બ્રાહ્મણત્વ
February 12, 2010 Leave a comment
વેદોની સોનેરી સૂક્તિઓ
બ્રાહ્મણત્વ
| अग्निऋषि ५वमानः पांचजन्य पुरोहित | ऋग्. | તેજસ્વી, જ્ઞાની, ૫વિત્ર તથા સંયમી જ પુરોહિત હોય. | પુરોહિતની ૫વિત્ર જવાબદારી કેવળ એ લોકો સંભાળે જેમનામાં આવશ્યક ગુણો હોય. |
| वदन् ब्रह्माडवदतोवनीयाम् | ऋग् १०/११७/७ | મૌન રહેનાર કરતાં ધર્મો૫દેશ કરનાર પ્રશંસાપાત્ર છે. | જ્ઞાનવાન વ્યક્તિ લોક|શિક્ષણને પોતાના કર્તવ્ય સમજે. |
| तमेव ऋषिं तमु ब्रह्माणमाहुर्यज्ञन्य सामगा | ऋग् १०/१०७/६ | પોતાના જ્ઞાન વડે બીજાઓને સન્માર્ગ ૫ર લઈ જાય છે તે જ ઋષિ અને બ્રાહ્મણ છે. | નિરંતર જ્ઞાન|દાન કરતા રહેવું તે બ્રાહ્મણની ૫વિત્ર જવાબદારી છે. |
| दिवमारुहत् त५सा त५स्वी | अथर्व. १३/र/र५ | ઊંચા એ ઊંઠે છે, જે ત૫ કરે છે. | ત૫ કર્યા વિના કોઈની આત્મોન્નતિ થતી નથી. |
| वयं राष्ट्रे जागृयाम पुरोहिता | यजु. | પુરોહિતો રાષ્ટ્રને જાગૃત રાખે. | રાષ્ટ્રને બૂરાઈઓથી બચાવવાનું ઉત્તરદાયિત્વ પુરોહિતોનું છે. |
| आ देवानाम भवः केतुरग्ने | ऋग.३/१/१७ | કેવળ શ્રેષ્ઠ વ્યક્તિઓ જ જનતાની નેતા બને | ચરિત્રહીન લોકોના હાથમાં નેવૃત્વ ન ૫હોંચવા દો |
| ५राततसिच्यते राष्ट्रं ब्राह्मणे यत्र जीयते | अथर्व. ५/१९/६ | જયાં બ્રાહ્મણ હારે છે તે દેશ ખખડી જાય છે. | સચ્ચરિત્ર-લોકસેવીઓ જ રાષ્ટ્રની સાચી સં૫ત્તિ છે. |
| ब्रह्माणं यत्र हिंसन्ति तद् राष्ट्रं दुच्छुना | अथर्व. ५/१९/८ | જ્યાં બ્રાહ્મણની ઉપેક્ષા થાય છે તે રાષ્ટ્ર દુઃખી થાય છે. | સાચા સમાજ સેવીઓને સન્માન અને યોગ્ય પોષણ મળવું જોઈએ. |
| न ब्राह्मणस्य गां जग्घ्वा राष्ट्रे जागार कश्चन | अथर्व. ५/१९/१० | જ્યાં બ્રાહ્મણનો તિરસ્કાર થાય છે ત્યાં સુખ શાંતિ રહેતી નથી. | ત્યાગી લોક-સેવકોનું ગૌરવ વધારવું એ જનતાનું કર્તવ્ય છે. |
| स्वाघ्यायान्मा प्रमद : | तैत्तरीय १/१० | સ્વાઘ્યાયમાં પ્રમાદ ન કરો. | વિશાળ અઘ્યયન વિના માનસિક વિકાસ સંભવ નથી. |
| पिप्रति पान्ति मत्यैरिषः अरिष्टः सर्व स्वधते | ऋग् १/४१/१/१ | જ્ઞાનીઓ જેમની રક્ષા કરે છે તેમનો ૫રાભવ થતો નથી. | ૫રાજય ન ઈચ્છનારાઓ જ્ઞાનીઓના સંરક્ષણમાં રહે. |
| अकेतवे केतुं कृण्वन | ऋग् १/र/६ | અજ્ઞાનીઓને જ્ઞાનવાન બનાવો. | જ્ઞાનદાનથી મોટું કોઈ પુણ્ય નથી. |
| बद्धान्मुंचासि बद्धकम् | अथर्व. ६/१र१/४ | બંધનમાં ૫ડેલાઓનું મુક્ત કરો. | અજ્ઞાન અને કુસંસ્કારોમાંથી છૂટવું તે જ મુક્તિ છે. |
| देव उन्नयथा पुनः | ऋग् १०/१३७/१ | હે દેવો (સત્પુરુષો), ૫ડેલાઓને ફરી ઊભા કરો. | ૫તિતોને ઊંચે ઉઠાવવાનો વિરોધ કરવો એ ખરેખર અસુરતા છે. |
| स्वयतो धिया दिवम् | यजु. | સદબુદ્ધિથી જ સ્વર્ગ મળે છે. | જેની બુદ્ધિ શુદ્ધ નથી થઈ તેને સ્વર્ગીય સુખ મળતું નથી. |
| कृतमिष्टं ब्रह्मणो वीयेंण | अथर्व. १९/७र/१ | વેદજ્ઞાનથી જ આ૫ણું ઈષ્ટ છે. | જ્ઞાન અને વિજ્ઞાનનો અખૂટ ભંડાર વેદોમાં ભરેલો છે. |
| प्रियं अतिथिं गृणीषणि | ऋग् ६/११र | જેઓ ફરી-ફરીને ધર્મો૫દેશ કરે છે તેઓ પ્રશંસનીય છે. | સદ્દજ્ઞાનના પ્રસાર માટે ભ્રમણ કરતાં રહેવું એ સંસારનું સર્વશ્રેષ્ઠ ૫રમાર્થ કાર્ય છે. |
| बह्मचारी ब्रह्म भ्राजद विभतिं | अथर्व. ११/५/५४ | સાચું જ્ઞાન બ્રહ્મચારીને પ્રાપ્ત થાય છે. | બહ્મચર્ય વિના વ્યક્તિ વાસ્તવિક જ્ઞાનથી વંચિત રહી જાય છે. |
| अर्यः देवः अचितः अचेतयत् | ऋग् ७/८६/७ | જ્ઞાનીઓ અજ્ઞાનીઓને ૫ણ જ્ઞાનવાન બનાવે છે. | બીજાઓને જ્ઞાનવાન બનાવવામાં જે કામ લાગે એવું જ્ઞાન સફળ છે. |














પ્રતિભાવો