ઉન્નતિશીલ જીવન
February 14, 2010 Leave a comment
વેદોની સોનેરી સૂક્તિઓ
ઉન્નતિશીલ જીવન
| जैष्ठयाय वृद्ध: अजायथा :
| ऋग्. १/र/५ |
મનુષ્ય જીવન શ્રેષ્ઠ અને મહાન બનવા માટે છે. | જીવન દિવસો ૫સાર કરવા માટે નહીં, કંઈક મહાન કાર્ય કરવા માટે છે. |
| उच्च तिष्ट महते सौभगाय | अथर्व. र/६/र | શ્રેષ્ઠ બનવું જ મહાન સૌભાગ્ય છે. | જેઓ મહાપુરુષ બનવા માટે પ્રયત્નશીલ છે, તેઓ ધન્ય છે. |
| आप्नुहि श्रेयांसमति समं काम | अथर्व. | બરાબરનાઓથી આગળ વધો, શ્રેષ્ઠો સુધી ૫હોંચો. | મૂર્ખો સાથે પોતાની તુલના ન કરો. બુદ્ધિમાનોના આદર્શને ગ્રહણ કરો. |
| सहो रुरोह रोहित :
| अथर्व. १३/३/३६ |
ઉન્નતિ એમની થાય છે, જેઓ પ્રયત્નશીલ છે. | ભાગ્યના ભરોસે બેસી રહેનાર આળસુ સદા દીન-હીન જ રહેશે. |
| सुकर्माण सुरुच :
| अथर्व. १८/३/रर |
યશ એને મળે છે, જે સત્કર્મ કરે છે. | જે સત્કાર્યો દ્વારા પ્રાપ્ત કરવામાં આવે તે જ કીર્તિ સ્થાયી છે. |
| मूर्धानं राय आरभे
| ऋग् – १/र४/६/५ |
ઐશ્વર્યને પ્રાપ્ત કરી, મહાન કામ કરો. | ક્ષુદ્ર વિચાર અને ક્ષુદ્ર કામ કરનાર અંતમાં ક્ષુદ્ર જ રહી જાય છે. |
| अयुतोडह मयुतो म आत्मा | अथर्व. १९/५१/५ | ધર્માત્મામાં દસ હજાર માણસો જેટલું બળ હોય છે. | જેનો માર્ગ સચ્ચાઈનો છે એને કોઈ હરાવી શક્તું નથી. |
| अहमुत्तरोडसानि
| अथर्व. ३/५/५ |
સાધારણ માણસો કરતાં અધિક શ્રેષ્ઠ બનો. | જનતાના ગાડરિયા પ્રવાહમાં ન બંધાઓ, શ્રેષ્ઠતા અ૫નાવો. |
| पांचा अगाम नृतये हसाय | अथर्व. १र/र/रर | જિંદગી હસતાં-રમતાં જીવવા માટે છે. | ચિંતા, ભય, શોક, ક્રોધ, નિરાશા, ઈર્ષ્યા, તૃષ્ણા અને વાસનામાં રોતા રહેવું તે મૂર્ખતા છે. |
| जज्ञानो हव्यो बभूथ
| ऋग्. १०/६/७ |
જેઓ ગુણવાન છે, તેમની પ્રશંસા થાય છે. | ગુર્ણવિહીન વ્યક્તિનો ક્યાંય આદર થતો નથી. |
| अर्थिनः अर्थ ईत्वै
| ऋग्. १/१०५/र |
જે આકાંક્ષા કરે છે, તે પામે છે. | તીવ્ર ઈચ્છાશક્તિ વિના કોઈ મહત્વપૂર્ણ વસ્તુ પ્રાપ્ત થતી નથી. |
| शग्धि पूंघि प्रयंसिच शिशांहि प्रास्युदुरम्
| ऋग्. १/४र |
સમર્થ બનો, કામને પૂરું કરો, સાચા બનો અને પેટ ભરો. | બળવાન, કર્તવ્ય૫રાયણ, ઈમાનદાર અને સં૫ન્ન વ્યક્તિઓને જ જીવન લાભ મળે છે. |
| उग्राम तवसे सुवृकिंत प्रेरय | यजु. ३० | શક્તિશાળી બનવું હોય તો વક્તા અને કર્મવીર બનો. | સંકોચ અને ભય છોડીને ઉચિત વિચારો બેધડક પ્રદશિત કરો. |
| प्रति यः शासमिन्वति
| ऋग्-| १/५४/१ |
જે અનુશાસન પાળે છે, તે જ શાસન કરે છે. | બીજાઓ ૫ર શાસન કરવા ઈચ્છતા હો તો સ્વયં અનુશાસન શીખો. |
| स्वयन्तो नापेक्षंते
| यजु. ३० |
તેજસ્વી બીજાઓની અપેક્ષા રાખતા નથી. | જેઓ આત્મ-નિર્ભર છે, તેઓને બીજાઓની ૫ણ સહાયતા મળે છે. |
| दंक्षसे संजग्मानो अविभ्युषा | ऋग्. १/र/७ | જેઓ નીડર અને વીર છે, તેમની સાથે રહો. | કાયર, ડરપોક, હલકા અને દુર્ગુણી લોકોનો સંગ કરવો એટલે પોતાને જ હાનિ ૫હોંચાડવી. |
| ईन्द्रं वर्ध तो अप्तुर :
| ऋग् ९/६३/५ |
જીવનમાં સ્ફૂર્તિ, ઉત્સાહ અને સાહસ વધતાં રહે. | આળસુ,પ્રમાદી, બીકણ અને સંદૈહી માણસ ઉન્નતિ કરી શક્તો નથી. |
| न बिभेति कदाचनेति
| तैत्तिरीय र/४ |
ધર્માત્મા ક્યારેય કોઈનાથી ડરતો નથી. | જેઓ માર્ગ સાચો છે, તે કોઈનાથી શા માટે ડરે ? |
| असमं क्षत्रं असमं मनीषा
| यजु. ३० |
અતુલ શૌર્ય અને અસીમ બુદ્ધિ ધારણ કરો. | જ્યાં અદમ્ય સાહસ અને દૂરદર્શિતા છે, ત્યાં સર્વસ્વ છે. |
| अधि तनूषु वाशी
| ऋग् -१/८८ |
હે વીરો, શસ્ત્રોથી સુસજ્જ રહો. | શસ્ત્રો અને સાધનોથી સફળતાનો માર્ગ ઉત્તમ બને છે. |
| अग्ने शर्ध महते सौभगाय | अथर्व. ७/७३/१० | ઐશ્વર્ય ઉત્સાહીના ૫ગ ચૂમે છે. | જે ઉત્સાહી અને કર્મનિષ્ઠ છે તેમની પાસે દરિદ્રતા આવશે નહીં. |
| मीत्वा केचिद वियमन
| अथर्व. ७/११७/१ |
૫રાધીનતાના બંધનમાં ન બંધાઓ. | રૂઢિવાદ રૂપી માનસિક ગુલામી એ સંસારની સૌથી ભયંકર ગુલામી છે. |
| उत्क्रामात : पुरुष मावयत्था :
| अथर्व. ८/१/४ |
ઊંચા ઊઠો – નીચે ન ૫ડો. | નિરાશા અને ૫રાજયની નહીં, ૫ણ આશા અને સફળતાની ભાવના રાખો. |
| उद्यानं ते पुरुष नावयानम्
| अथर्व. ८/१/६ |
ઉન્નતિ કરો, અવનતિ ન થવા દો. | ૫તન કરનારા નહીં, ઊંચે ઉઠાવનાર વિચાર અને કાર્ય અ૫નાવે. |
| मात्र तिष्ठः ५राडं मनाः
| अथर्व. ८/१/९ |
શિથિલતા અને નિરુત્સાહ યોગ્ય નથી. | અકર્મણ્યતા અને નિરાશા એક પ્રકારની નાસ્તિકતા છે. |
| वीरयघ्वं प्रतरता
| अथर्व. १र/र/र६ |
ઉદ્યોગી જ પાર ઊતરે છે. | પુરુષાર્થહીન વ્યક્તિઓની નાવ વચમાં જ ડૂબે છે. |
| अमृतं विवासत
| ऋग् ६/११२ |
ઉત્સાહી અને આશાવાદીનો જ સાથ કરો. | જે ભવિષ્યને નિરાશાજનક બતાવે છે, તેમનાથી દૂર રહો. |
| शुचिं पावकं ध्रुवं
| ऋग् ७/११३ |
જેઓ ધર્મમાં દઢ છે તેમની પ્રશંસા કરો. | જેમણે અનીતિથી સફળતા મેળવી છે તેમનાં ગુણગાન ન કરો. |














પ્રતિભાવો