દ્વેષ નહીં પ્રેમ કરો.
February 15, 2010 Leave a comment
વેદોની સોનેરી સૂક્તિઓ
દ્વેષ નહીં પ્રેમ કરો.
| मा युष्महि मनसा दैव्येन | अथर्व. ७/५र/र | દિવ્ય મનને લડાઈ-ઝઘડામાં ન ફસાવો. | મનની દિવ્યતાનો ઉ૫યોગ દ્વેષ નહીં પ્રેમ જ છે. |
| असंवाघ्यं मघ्यतों मानववानाम् | यजु.३० | મનુષ્યો આ૫સમાં લડાઈ-ઝઘડા ન કરે. | પ્રેમભાવ જ મનુષ્યના સુદૃઢ સંબંધોનો આધાર છે. |
| मा वियौष्ट |
अथर्व. ३/३० |
ફાટ-ફૂટ ન પાડો. | તૂટલાને સાંધો, રૂઠેલાને મનાવો. |
| ना नो द्वीक्षत कश्चन | अथर्व. १र/१/१८ | કોઈની અમારી દુશ્મનાવટ ન થાય. | શત્રુતાનો ભાવ જ્યાં રહે છે, ત્યાં અગ્નિની જેમ બાળે છે. |
| विश्वा द्वेषांसि प्रमुमुग्घ्यस्यत् |
यजु. र१/३ |
સંસારમાં કોઈનોય દ્વેષ ન કરો. | બૂરાઈઓને દ્વેષ કરતાં પ્રેમ દ્વારા દૂર કરવી સરળ છે. |
| आरे દ્વેषांसि जनुतर्दधाम | ऋग ५/४५/५ | દ્વેષનો ત્યાગ કરવો જ ઉચિત છે. | જે દ્વેષ કરે છે એનું પોતાનું જ વધુ અહિત થાય છે. |
| देवा न वियन्ति नो च विद्विषतेमिथः |
अथर्व. ३/३०/४ |
સત્પુરુષો લડાઈ-ઝઘડા અને ઈર્ષ્યાદ્વેષ કરતા નથી. | કેમ કે તેઓ જાણ છે કે એનાથી લાભ કંઈ નથી. અહિત અનંત છે. |
| सं जाना महै मनसा सं चिकित्वा |
अथर्व. ७/५र/र |
એવાં કાર્ય કરો જેનાથી દ્વેષ નહીં પ્રેમ વધે. | જે કાર્ય કરવાથી વિરોધ વધે, તે ન કરો. |
| सहृदयं सामनस्यं अविद्वेषं | अथर्व. ३/३०/१ | હૃદય અને મનમાં એકતા રાખો, દ્વેષ ન કરો. | હૃદય અને મનમાં એકતા રાખી ૫રસ્પર દ્વેષ ન કરો. |
| अन्यो अन्यं मभि हर्यत | अथर्व. ३/३०/१ | એક – બીજા સાથે પ્રેમ રાખો. | પ્રેમમાં ૫રમાત્માનો પ્રત્યક્ષ નિવાસ છે. |
| सहदयं सांमनस्य मा विद्वेषं कृणोमिवः |
अथर्व. ३/३०/१ |
સહૃદયતા, એકતા અને પ્રેમની ભાવના જન્માવો. | આત્માનો વિકાસ આ ત્રણ ગુણોથી થાય છે. |
| संगच्छघ्भं संवदघ्वं संवो मनांसि जानताम् |
ऋग् -१०/१९१/र |
સાથે સાથે ચાલો, સાથે મળીને બોલો, હૃદયમાં એકતા રાખો. | સ્વાર્થ અને અહંકારથી પ્રેરાઈને પોતાની અલગ ખીચડી ન ૫કાવો. |
| समानी मंत्रः समिति : समाकी |
ऋग् १०/१९१/र |
એક પ્રકારના વિચાર કરો, એક સમિતિમાં સંગઠિત રહો. | વિચારોની એકતા અને સંગઠનથી એક પ્રચંડ શક્તિ જન્મે છે. |
| समानेन वो हविषा जुहोमि | ऋग् – १०/१९१/३ | એક જ યજ્ઞમાં બધા હવન કરો. | યજ્ઞનો ઉદ્વેશ એકતા અને સમી૫તા જન્માવવાનો છે. |
| समानी प्रपा सहवोडन्नभाग: |
अथर्व. ३/३०/३ |
બધાં ૫રસ્પર મળીને ખાન-પાન કરો. | સહયોગ અને પ્રીતિભોજનથી પ્રેમ ભાવ વધે છે. |
| व्रतं कृणुघ्वं सहि वो नृपाण: | अथर्व. १९/५८/४ | સંગઠન કરો અને એનાથી તમારી રક્ષા થશે. | આત્મા-રક્ષા માટે સંગઠન સર્વો૫રી શસ્ત્ર છે. |
| सहभक्षाः स्याय |
अथर्व. ६/४७/१ |
હળી મળીને ભોજન કરો. | ચૂલા ચોકાની પ્રુથક્તા એ ઓછા૫ણાનું ચિહ્ન છે. |
| सखयाविव सचाव है | अथर्व. ६/४र/१ | ૫રસ્પર મિત્રોની જેમ રહો. | સાથીઓ સાથે આત્મીયતાભર્યો વ્યવહાર કરો. |
| युवाकु हि शचीनां युवाकु सुमतीनाम् |
ऋग् १/१७/६/४ |
શક્તિઓનું સંગઠન કરો. સદ્દવિચારોનું સંગઠન કરો. | સંગઠનથી વધારે શક્તિશાળી તત્વ આ પૃથ્વી ૫ર બીજું કોઈ નથી. |














પ્રતિભાવો