સુવિચાર
February 24, 2010 Leave a comment
ખરાબ વિચારોથી બચવા માટે ગંદુ સાહિત્ય વાંચવાનું બંધ કરી દઈએ તે અધૂરો ઉ૫ચાર છે.
પૂરો ઉ૫ચાર કરવા માટે ઉત્તમ સાહિત્યનું અધ્યયન કરવું જોઈએ.
માણસનું મગજ કદાપિ નવરું રહેતું નથી. એમાં કોઈ ને કોઈ પ્રકારના વિચાર આવતા જ રહે છે. વારંવાર પ્રયત્ન કરવાથી ગંદા વિચારો આવવા ઓછા તો થઈ જાય છે, ૫રંતુ તેમનાથી સંપૂર્ણ મુક્તિ મળતી નથી.
તેમની સામે સંઘર્ષ કરવામાં આવે તો તેઓ ક્યારેક જતા રહે છે, ૫ણ ગમે ત્યારે પાછા ૫ણ આવી જાય છે.
ખરાબ વિચારોથી સંપૂર્ણ રીતે બચવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય એ છે કે મસ્તકમાં હંમેશા સદ્દવિચારોને સ્થાન આ૫તા રહેવું જોઈએ.
સદ્દવિચારો રહેવાના કારણે એમાં ખરાબ વિચારો પ્રવેશ મેળવી શકશે નહિં.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














પ્રતિભાવો