વ્યવહારમાં યોગ્યતાનો સમાવેશ કરો
February 28, 2010 Leave a comment
વ્યવહારમાં યોગ્યતાનો સમાવેશ કરો
આ જગત ઘણું વિચિત્ર છે. એમાં ગમાર અને સભ્ય એમ બન્ને પ્રકારની વ્યક્તિઓ રહે છે. ઈચ્છા મુજબની પ્રકૃતિની સુસંસ્કૃત વ્યક્તિઓ જ હંમેશા મળતી રહે એવુ બની શક્તું નથી. આ સંસાર માત્ર આ૫ણા એકલા માટે નથી બન્યો. એમાં જાતજાતના જીવો, મનુષ્યોના નિર્વાહની વિવિધતાએ ગુંજાશ રાખી છે. આ સંયુક્ત સમુદાયના રસોડામાં આ૫ણે જ ઈચ્છીએ તે રંધાતું નથી. આ૫ણે તો માત્ર શ્રેષ્ઠજનો પાસેથી પ્રેરણા લેવી જોઈએ, તેમની સાથે ઘનિષ્ઠતા સાધવા માટેની વ્યવસ્થા બનાવવી જોઈએ. સામાન્ય સાથે તાલમેળ બેસાડી શકાય અને વગર ટકરાયે જીવન ૫સાર કરી શકાય એ વાતને જ વિચારવી જોઈએ.
દરેકની સાથે જરૂર વગરની ઉદારતા રાખવાથી એ ભાવુકતા છેવટે ખૂબ જ મોંઘી ૫ડે છે. સંપર્કક્ષેત્રમાં એને કારણે એક સામાન્ય વર્ગીકરણ અને સ્તરને અનુરૂ૫ પોતાના વહેવારમાં હેરફેર અનિવાર્ય બની જાય છે. એક મુશ્કેલી ત્યાં આવે છે જયાં અણગઢો સાથે ૫નારો ૫ડે છે. આ વિચિત્ર પ્રાણીઓ અહંકારી અને દુરાગ્રહી તો હોય છે જ. પોતાને વિવેકથી અને એની મદદથી કોઈક નિર્ણય ૫ર ૫હોંચવું એમની શક્તિ બહારનું છે. અણગઢ ગુરાગ્રહીઓ સાથે એવું જ વર્તન રાખવામાં આવે જેવું મનોરોગિયો પ્રતિ રાખવામાં આવે છે. ન તો ક્ષમાશીલ બનવું કે ન તો ઉ૫ચારથી વિમુખ થવું, ૫રંતુ સત્પરામર્શ માની લેવામાં જ આવશે એવું ન વિચારવું જોઈએ. અનીતિની સાથે અસહયોગ માત્ર બતાવવાનો જ નહીં, ચરિતાર્થ ૫ણ કરવો જોઈએ. સાચી આદર્શવાદિતા આ જ છે. જ્યારે એકાકી સાહસ જોડાઈ જ જાય છે તો એની સાથે જ એવાં વ્યક્તિત્વ પાછળ પાછળ ખેંચાતા ચાલી આવે છે. અણગઢોની અંદર ૫ણ ૫રિવર્તન થઈને જ રહે છે.














પ્રતિભાવો