સુવિચાર
March 9, 2010 2 Comments
એક સરખી ૫રિસ્થિતિઓ અને એકસરખાં સુખ, સુવિધા અને સમૃદ્ધિ ધરાવતા બે માણસોમાં ૫ણ પોતાના વિચારોની ભિન્નતાના કારણે ખૂબ અંતર જોવા મળે છે.
એક જણ જીવનમાં હંમેશાં સુખ, સુવિધા, પ્રસન્નતા, આનંદ, શાંતિ અને સંતોષનો અનુભવ કરે છે, તો બીજો પીડા, શોક અને કલેશથી યુક્ત જીવન જીવે છે.
એટલું જ નહિ, કેટલાક લોકો મુશ્કેલીઓ તથા અભાવોથી ગ્રસ્ત જીવન જીવે છે, છતાં ૫ણ પ્રસન્ન રહે છે, તો કેટલાક સમૃદ્ધ હોવા છતાં જીવનને નરક જેવું દુઃખદ માને છે.
એક માણસ પોતાની ૫રિસ્થિતિઓમાં સંતુષ્ટ રહીને ભગવાનને ધન્યવાદ આપે છે,તો બીજો અનેક સુખ સગવડો મેળવવા છતાં ૫ણ અસંતુષ્ટ રહે છે અને બીજાઓને દોષ દે છે.
આનું કારણ એમના વિચારો જ છે.
-યુગ ઋષિ પં. શ્રીરામ શર્મા આચાર્ય














Sundar Vicharo of Guruji
એક માણસ પોતાની ૫રિસ્થિતિઓમાં સંતુષ્ટ રહીને ભગવાનને ધન્યવાદ આપે છે,તો બીજો અનેક સુખ સગવડો મેળવવા છતાં ૫ણ અસંતુષ્ટ રહે છે અને બીજાઓને દોષ દે છે. …..Sundar Vicharo of Guruji !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Kantilalbhai…Not seen you on Chandrapukar..Hope to see you soon !