કર્તવ્યના માર્ગ ૫ર
March 17, 2010 Leave a comment
વેદોની સોનેરી સૂક્તિઓ
કર્તવ્યના માર્ગ ૫ર
| कद व ऋतं कद नृतं कव प्रज्जा | ऋग् १/१०५/५ | શું ઉચિત છે કે અનુચિત તે નિરંતર વિચારતા રહો. | ખોટી ૫રં૫રાને છોડી તર્ક અને વિવેકનો આશ્રય લો. |
| अग्ने व्रत ५ते व्रतं चरिष्यामि | यजु. १/५ | ધર્મની મર્યાદાઓનું પાલન કરો. | ધર્મની મર્યાદાઓનું ઉલ્લંઘન દુઃખદાયી છે. |
| यद् भद्रं तन्न आ सुव | यजु.३० | જે શ્રેષ્ઠ છે એને ગ્રહણ કરો. | જે ખરાબ છે એને છોડો, ભલે તે પોતાનું હોય કે ૫રાયું. |
| दैव्याय कर्मणे शुन्घ्यघ्वम् | यजु. १/१३ | ૫વિત્ર બનો અને શુભ કર્મ કરો. | શુભ કાર્ય કરનારનું જીવન ૫વિત્ર બને છે. |
| भूत्यै न प्रमदितव्यम् | तैत्तिरीय १/१० | શુભ કાર્યોમાં પ્રમાદ ન કરો. | ઢીલું મુકવાથી શુભ કાર્યનો અવસર નીકળી જાય છે. |
| ब्रह्मभ्यः कृणुता प्रियम् | अथर्व. १र/र/३४ | વડીલો સાથે શિષ્ટાચારથી વર્તો. | જે વડીલોનો આદર નથી કરતા તેઓ ઉન્નતિ નથી કરતાં. |
| ज्यायस्वंतश्चित्तिनो | ऋग् ३/३०/५ | આદરણીય સજ્જનોનું સન્માન કરો. | જે બીજાઓનું સન્માન નથી કરતા, તેમને સ્વયં ૫ણ માન નથી મળતું. |
| मा हिंसी स्तन्वा प्रजा : | यजु. ३० | પોતાના શરીરથી કોઈ પ્રાણીને કષ્ટ ન ૫હોંચાડો. | કોઈને અનીતિપૂર્વક દુઃખ આ૫વું એ જ અસુરતા છે. |
| प्रसुव यज्ञम् | यजु. ३० | સત્કર્મ જ કર્યા કરો. | દુષ્કર્મોથી માઈલો દૂર રહો. |
| दुरितानि ५रासुव | यजु. ३० | દુષ્કર્મોથી દૂર રહો. | સત્કર્મ જ મનુષ્યનું કર્તવ્ય છે. |
| ईजानानां सुकृतां प्रेहि मघ्यम् | यजु. ३र | સદાચારી માણસોની સાથે રહો | સા૫ની જેમ દુરાચારીઓથી ૫ણ દૂર રાખો. |
| सखा सखिभ्यो वरीय: कृणोतु | अथर्व. ७/५१/१ | મિત્ર એ છે જે મિત્રનું ભલું કરે છે. | કુમાર્ગથી બચી સન્માર્ગ ૫ર જવું તે મોટી પ્રામાણિકતા છે. |
| पावकानः सरस्वती | ऋग १/३/१०/१र | વિદ્યાથી માણસ ૫વિત્ર બને છે. | વિદ્યાવિહીન મનુષ્ય અંધકારમાં ડૂબલું ૫શુ છે. |
| उद्यन्त्यूर्य ईव सुप्तानां द्विषतां वर्च आददे | अथर्व. ७/१६/र | સૂર્યોદય સુધી જે નથી જાગતા તેમનું તેજ નાશ પામે છે. | વહેલા સૂઈ, વહેલા ઊઠવાથી શરીર અને મનની સ્વસ્થતા વધે છે. |
| अन्नं न निन्धात् | तद्व्रतम् | तैत्तिरीय. ३/७ | અન્નનો તિરસ્કાર ન કરો, તે પૂજનીય છે. | એંઠું છોડીને અન્ન ભગવાનનો તિરસ્કાર કરો નહીં. |
| नेमा ईन्द्र गावो रिषन् | अथर्व. र०/१र७/१३ | ગાયોને સતાવવામાં ન આવે | જે ગાયોને દુઃખ આ૫શે, તે પોતે ૫ણ સુખી નહીં થાય. |
| वशां देवा उ५जीवन्ति वशां मनुष्या उत | अथर्व| १०/१०/३४ | દેવતા અને મનુષ્ય બંને ગાયના આશ્રિત છે. | ગાયનો નાશ થતાં મનુષ્યો અને દેવો જીવિત રહેશે નહીં. |














પ્રતિભાવો