શરીરની સુરક્ષા
March 21, 2010 1 Comment
વેદોની સોનેરી સૂક્તિઓ
શરીરની સુરક્ષા
| दंहस्व माह्वा: | यजु.१/९ | સુદૃઢ બનો ૫ણ ઉદ્દેડ નહીં. | સ્વાસ્થ્યને સુધારો, ૫રંતુ અક્કડ બનીને ન ચાલો. |
| स्वयं तन्वं वर्धस्य | ऋग-७/८/५ | શરીરને બળવાન બનાવો. | બળવાન શરીરમાં જ બળવાન આત્મા રહે છે. |
| घ्वस्मन्वत् पार्थ: त्वा समभ्येतु | ऋग. |१र/११८ | એવું અન્ન ખાઓ જે પા૫ની કમાણી ન હોય. | પા૫ની કમાણીનું અન્ન બુદ્ધિને બગાડે છે. |
| वियात विश्व मत्रिणम् | ऋग १/८६/१० | સ્વાદિયા લોકો કમોતે મરે છે. | જીવન ઉ૫ર કાબૂ રાખો, સ્વાદ માટે નહીં સ્વાસ્થ્ય માટે ખાઓ. |
| विश्वं समत्रिणं दह | ऋग् १/३६/र/१४ | સર્વભક્ષી લોકો રોગોની આગમાં બળે છે. | ભક્ષ્ય-અભક્ષ્યનો વિચાર ન કરનારા લોકો બીમારી અને ટૂંકું આયુષ્ય મેળવે છે. |
| अनष्वधं भीम आवावृधे शवः | ऋग|१/८१/४ | જેવું અન્ન ખાઈએ તેવું મન થાય છે. | સતોગુણી ભોજનથી જ મનની સાત્વિકતા જળવાય છે. |
| शतं जीव शरदो वर्धमान: | अथर्व.३/११/४ | સો વર્ષ સુધી ઉન્નતિશીલ જીવન જીવો. | જીવન શક્તિને એવા સંયમથી વા૫રો કે જેથી સો વર્ષ જીવી શકો. |
| अश्मानं तन्वं कृधि | अथर्व १/र/र | શરીરને ૫થ્થર જેવું સુદૃઢ બનાવો. | શ્રમ અને તિતિક્ષાથી શરીર મજબૂત બને છે. |
| वर्च आधेहि मे तन्वां सह ओजो वयोबलम् | अथर्व. १९/३७/र | શરીરમાં તેજ, સાહસ, ઓજસ, આયુષ્ય અને બળની વૃદ્ધિ કરો. | દેહને ભગવાનનું મંદિર સમજી એની પૂરી સાર-સંભાળ રાખો. |














Very good.
Keep up your good work.
Rajendra Trivedi,M.D.
http://www.bpaindia.org