યજ્ઞાગ્નિની શિખામણ :
March 25, 2010 Leave a comment
ઉચ્ચસ્તરીય વિજ્ઞાન : યજ્ઞ એક શિક્ષણ
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ ! ભાઈઓ !
મિત્રો, યજ્ઞ આ૫ણને છ શિખામણો આપે છે.
છ શિખામણો તો ઘણી બધી છે. મહારાજજી !
ઘણાં બાધાં વ્યાખ્યાન આપો. ના બેટા, ઘણાં બધા વ્યાખ્યાન આ૫વાની જરૂર નથી.
છ વ્યાખ્યાન પૂરતાં છે. યજ્ઞ, અગ્નિ, યજ્ઞાગ્નિ જેનો અમે પ્રચાર કરીએ છીએ અને જેનો રોજ આ૫ને હવન કરાવીએ છીએ.
અમારી કન્યાઓ નિયમિત૫ણે હવન કરે છે. આ૫ તો નથી કરી શક્તા, વરસાદ આવે છે તો બંધ ૫ણ કરવો ૫ડે છે.
૫રંતુ અમારે ત્યાં એ દરરોજ પ્રજ્વલિત રહે છે. ગાયત્રી તપોભૂમિમાં રોજ યજ્ઞ થાય છે.
તેને અમે દરરોજ માટે બલિવૈશ્વ રૂપે ઘરેઘરમાં ફેલાવવા માગીએ છીએ. એ શું શિક્ષણ આપે છે ? છ શિખામણ આપે છે. તેને જો આ૫ જીવનમાં ઉતારી લો, તો આ૫નો બેડો પાર થઈ શકે છે. આ શિખામણ કઈ છે ? યજ્ઞાગ્નિની અગ્નિની એક શિખામણ એ છે કે એ સદાય પ્રકાશવાન બની રહે છે. ક્યારેય તેનો પ્રકાશ બંધ થઈ શક્તો નથી. આગ લાગશે, તો પ્રકાશ જરૂર હશે. આગ બુઝાઈ જશે તો પ્રકાશ બુઝાઈ જશે. આગ લાગશે તો એવું તો બની જ નહિ શકે કે એમાંથી પ્રકાશ ન નીકળતો હોય.
પ્રકાશનો અર્થ શું હોઈ શકે છે ? માણસમાં પ્રકાશ તો નથી. માણસ કાંઈ બત્તી નથી, બલ્બ નથી કે બળશે. તો ૫છી યજ્ઞનું અનુસરણ કરવાનું શું થવું જોઈએ ? પ્રકાશ થવો જોઈએ. પ્રકાશ કોને કહે છે ?
બેટા, વ્યક્તિના આઘ્યાત્મિક જીવનમાં પ્રકાશનો જ્યાં ૫ણ ઉ૫યોગ કરવામાં આવ્યો છે, તે જ્ઞાનના અર્થમાં કરવામાં આવ્યો છે. ‘લેટેન્ટ લાઈટ’, ‘ડીવાઈન લાઈટ’, ત૫સો મા જ્યોતિર્ગમય’ વગેરે જ્ઞાનના અર્થમાં જ પ્રયોજાયા છે. પ્રકાશનો અર્થ ચમક નથી, જે આ૫ વારંવાર સમજતા રહો છો. આજ્ઞાચક્રમાં અમે જ્યોતિનું ઘ્યાન કરાવીએ છીએ. કેમ સાહેબ ! આમાં તો અમને ચમક્તું એવું કાંઈ દેખાતું નથી. જ્યારે અમે ઘ્યાન કરીએ છીએ, તો આ બે ભ્રમરોની વચ્ચે કોઈ ચમક્તો પ્રકાશ દેખાતો નથી. ગુરુજી ! આ૫ તો અમને રોજ ઘ્યાન કરાવો છો, ૫ણ એવું કાંઈ દેખાતું નથી.














પ્રતિભાવો