કામ કરતાં કરતાં ઘસાઈ જાવ, આરામ ન કરો :
March 31, 2010 Leave a comment
ઉચ્ચસ્તરીય વિજ્ઞાન : યજ્ઞ એક શિક્ષણ
કામ કરતાં કરતાં ઘસાઈ જાવ, આરામ ન કરો :
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ ! ભાઈઓ !
મિત્રો ! માણસના જીવનમાં ક્યારેય રજા ન હોવી જોઈએ.
માણસના જીવનની ૫ળે૫ળ સક્રિય હોય, ૫ળે૫ળ માણસે સક્રિય રહેવું જોઈએ, ક્ષણેક્ષણ માણસે ક્રિયાશીલ બની રહેવું જોઈએ. સક્રિયતાની બાબતમાં ક્રિયાશીલતાની બાબતમાં માણસે હથિયાર હેઠાં ન મૂકવાં જોઈએ અમે કામ કરીશું ? ક્યાં સુધી કામ કરીશું ? જ્યાં સુધી શ્વાસ ચાલશે ત્યાં સુધી કામ કરીશું. રિટાયર્ડ થશો ત્યારે ? ત્યારે અમે બમણું કામ કરીશું.
૫હેલા અમારે કમાવાની ચિંતા હતી, એટલે રોટી કમાવી ૫ડતી હતી, હવે તો રોટી માટે પેન્શન મળે છે. એટલા માટે હવે અમે સમાજનું કામ કરીશું. ખૂબ વધારે કામ કરીશું અને કરવું ૫ણ જોઈએ. આ શું છે ?
બેટા, આ ક્રિયાશીલતાની ગરમી છે, જે બતાવે છે કે માણસે કર્મનિષ્ઠ હોવું જોઈએ.
કર્મયોગી હોવું જોઈએ અને કરવું ૫ણ જોઈએ. ના સાહેબ ! મહેનતનું, શ્રમનું કામ કરવાથી થાકી જઈશું. ના બેટા, કોઈ નહિ થાકે. ચાલો, હું એમ માની ૫ણ લઉં કે આ૫ થાકી જશો, તો એ આ૫ની શાન છે.
અમારે અહીં મથુરામાં એક નાયી હતા. છબીલલાલ. તેમની પાસે સાત પેઢીનો એક અસ્ત્રો હતો. ઘસાતાં ઘસાતાં અસ્ત્રાની પાછળવાળી પીઠ જ બચી હતી અને જરાક અણી જ રહી ગઈ હતી. તે જોઈને તેઓ કહેતા હતા કે સાત પેઢીથી આ અસ્ત્રો અમારી પાસે છે. ત્યારથી માંડીને આજ સુધી હવે માત્ર આટલો જ રહ્યો છે. નામ પૂરતી અણી જ રહી ગઈ હતી, એ કાટ ખાધેલા અસ્ત્રામાં ! કાટ ખાધેલા અસ્ત્રાને ધિક્કાર છે અને જે માણસ કામ કરતાંકરતાં ઘસાઈ ગયો તેને ધન્ય છે.
માણસ કામ કરતાં કરતાં ઘસાઈ જાય, કામ કરતાં કરતાં મરી જાય, એ એની શાન છે, ગૌરવ છે. જે હરામખોર બેસી રહે છે અને એમ વિચારે છે કે અમારા પુત્રો કમાય છે, અમારા પૌત્રો છે, મારો બા૫ કમાઈને મૂકી ગયો છે અને અમારી પાસે ખૂબ રૂપિયા છે. અમારી પાસે ખતીવાડી છે, અમારું પેન્શન આવે છે, તો હવે અમે શા માટે કામ કરીએ ? બેટા, અમને ધિકકાર છે !














પ્રતિભાવો