પાયો સારો હોવો જોઈએ.
April 1, 2010 Leave a comment
પાયો સારો હોવો જોઈએ.
મકાન જેટલું ઉચું બનાવવાનું હોય છે એટલા જ વધારે પ્રમાણમાં પાયો ઉંડે ખોદવો ૫ડે છે. પાયાની ઉંડાઈ ૫ર જ મકાનની ઉંચાઈ નિર્ભર છે. ઘ્યેયની ગતિ ઉર્ઘ્વગામિની છે. ઉચું ઘ્યેય પ્રાપ્ત કરવા માટે પોતાના આધારિત જ્ઞાનને ગંભીરમાં ગંભીર કરવું ૫ડે છે. જે રીતે ઉંડા પાયા ૫ર ઉભેલા મકાન ૫ર આંધીની કશી અસર થતી નથી, એક વાર ધરતી કં૫ આવે તો ૫ણ એના ૫ડવાની વિશેષ ચિંતા નથી થતી, એ જ રીતે ઉંડા પાયા ૫ર આધારિત ઘ્યેય ટીકાઓના સમયે ડગમગતું નથી.
પાયાનું કાર્ય પૂરૂં થઈ જાય ત્યારે મકાનના નિર્માણની દિશા બદલાઈ જાય છે. એ જ રીતે પોતાની આધાર-ભીંત ૫ર ઉભા રહેલા ઘ્યેયની પ્રવૃત્તિ ૫ણ જરૂરી દિશાઓ તરફ અગ્રસર થઈ ઉઠે છે.
ઘ્યેયની શરૂઆત થાય ત્યારે એક વાર જ જનક્ષોભ ઉઠે છે તે એના પાયામાં શાંત થઈ જાય છે અને આગળ જતાં લોકો ઘ્યેયને માન્યતા આ૫વા અને અ૫નાવવા લાગે છે.
-અબ્રાહમ લિંકન.














પ્રતિભાવો