કર્મ એ જ ઈશ્વર-ઉપાસના
April 4, 2010 1 Comment
કર્મ એ જ ઈશ્વર-ઉપાસના
ઉપાસના દરરોજ કરવી જોઈએ. જેણે સૂર્યચંદ્ર બનાવ્યા, ફળફૂલ અને વૃક્ષો ઉગાડયા, અનેક વર્ણ અને જાતીનાં પ્રાણીઓ બનાવ્યા તેની પાસે નહિં બેસીએ તો વિશ્વની યથાર્થતાનું જ્ઞાન કઈ રીતે થશે? શુદ્ધ હ્રદયથી ભજ્નકીર્તન અને પ્રવચનમાં ભાગ લેવો તે પ્રભુની સ્તુતી છે. તેનાથી આપણાં શરીર, મન અને બુદ્ધિનાં સુક્ષ્મ કેન્દ્રો જાગ્રત થાય છે, તે માણસ ને સફળ, સદ્દગુણી અને દીર્ઘદ્રષ્ટીવાળો બનાવે છે ઉપાસનાનો જીવનવિકાસ સાથે અદ્વિતિય સંબંધ છે.
પરંતુ માત્ર પ્રાર્થના જ પ્રભુની સ્તુતિ નથી. આપણે કર્મથી પણ ઈશ્વરની ઉપાસના કરીએ છીએ. ઈશ્વર એ કોઈ માનવસ્વરૂપે હોતો નથી. પણ એ તો સર્વવ્યાપક અને સર્વશક્તિમાન ક્રિયાશીલ તત્વ છે. માટે ઉપાસનાનો અભાવ હોય તો પણ માણસ કર્મ કરીને ખૂબ જલદીથી આત્મસાક્ષાત્કાર કરી લે છે. વિશ્વાત્માનું કલ્યાણ થાય એવા આશયથી જો આપણે લાકડાં કાપવાનું સડકના પથ્થર તોડવાનું, મકાનની સ્વચ્છતા જાળવવાનું ને શણગાર કરવાનું અને ખળામાં અન્ન કાઢવાનું, વાસણ ધોવાનું તથા ભોજન પકાવવાનું કામ જો કરીએ તો તે પણ ભગવાનની સ્તુતિ જ છે. કર્તવ્ય ભાવનાથી કરેલાં કર્મ અને પરોપકારી ભગવાન એટલા જ પ્રસન્ન થાય છે જેટલા ભજનકીર્તનથી પ્રસન્ન થાય છે. સ્વાર્થ માટે નહિં પણ આત્મસંતોષ માટે કરવામાં આવેલાં કર્મથી ઉત્તમ ફળદાયક ઈશ્વરની ભક્તિ અને ઉપાસના પદ્ધતિ બીજી એકેય નથી.
પૂજા કરતી વખતે આપણે કહીએ છીએ, “હે પ્રભુ ! તું મને પ્રગતિના પંથે આગળ ને આગળ લઈ જા. મારું કલ્યાણ કર, મારી શક્તિઓને ઊર્ધ્વગામી બનાવે દે” અને કર્મ કરતી વખતે આપણી ભાવના આ પ્રમાણે કહે છે, ” હે પ્રભુ ! તેં મને આટલી બધી શક્તિ આપી છે, આટલું બધું જ્ઞાન આપ્યું અને વૈભવવર્ચસ્વ પણ આપ્યું, તે ઓછો વિકાસ પામેલાં પ્રાણીઓની સેવાના કામમાં આવે હું જે કંઈ કરુ છું તેનો લાભ આખી દુનિયાને મળે.”
આ ભાવનાઓમાં ખૂબ પ્રબળ શક્તિ અને આત્મકલ્યાણની સુનિશ્ચિતતા છે. એટલા માટે ભજનકીર્તન કરતાં ઈશ્વરીય આદેશોનું પાલન કરવામાં જ સાચી ઉપાસના અમાયેલી છે.
યુગ શક્તિ ગાયત્રી - જાન્યુઆરી-૧૯૭૧














Jay Gurudev.,.,.,.,.,.,,.,.