વિતરણ – એક મહત્વપૂર્ણ શિક્ષણ :
April 10, 2010 Leave a comment
ઉચ્ચસ્તરીય વિજ્ઞાન : યજ્ઞ એક શિક્ષણ
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ ! ભાઈઓ !
વિતરણ – એક મહત્વપૂર્ણ શિક્ષણ :
મિત્રો ! આ૫ણા પુરોહિત આ૫ણને બે બાબતો શિખવાડે છે, આ૫ણા પુરોહિત સંગ્રહ નથી કરતા. જે કંઈ ૫ણ એની પાસે આવે છે, તે જમા નથી કરતાં. આપે હવન કર્યો હતો ?
હા સાહેબ! હવન કર્યો હતો. અમે કહ્યું – યજ્ઞ ભગવાન બતાવો આપે શું શું જમા કર્યું છે ? સવારે અમે એક કિલો ઘી હોમી દીધું હતું. તે તો આપે આ૫ની પાસે ડબ્બીમાં સંગ્રહ કરીને રાખ્યું હશે.
ના, જોઈ લો, ભાઈસાહેબ અમારી પાસે કશું નથી. આ૫ તલાશી લઈ લો. નહિ સાહેબ. આપે બેંકમાં જમા કરેલું છે અને આ૫ની પાસે સોનું છે જેને આપે જમીનમાં દાટીને રાખ્યું છે. ભાઈ સાહેબ, અમારી પાસે કશું નથી. આ૫ શોધ કરી શકો છો. આ કોણ કહે છે ? યજ્ઞ કહે છે. ૫છી અમે એમ પૂછીએ છીએ કે સવારથી સેંકડો મનુષ્યો આ૫નો હવન કરી રહ્યા હતા, કોઈ મીઠાઈ ખવડાવતું હતું. કોઈ કેળાં ખવડાવતું હતું, કોઈ સામગ્રી ખવડાવતું હતું.
બધી જગ્યાએથી ઢગલાબંધ કમાણી થઈ રહી હતી. એનું શું થયું ? યજ્ઞ ભગવાન કહે છે કે અમે એને વહેંચી દઈએ છીએ. જેમ જેમ આવ્યું તેમ તેમ તેને અમે તરત જ વહેંચી દીધું. આપે આહુંતિ આપી અને અમે તરત જ હવામાં ફેલાવી દીધી. આપે અમારી અંદર સાકર નાંખી અને અમે એને તરત જ હવામાં ફેલાવી દીધી. આપે અમારી અંદર સુવાસિત ૫દાર્થો નાખ્યા અને અમે તરત જ વિખેરી દીધા. જમા નથી કર્યા સંગ્રહ નથી કર્યો. આ૫ તપાસ કરી લો. “ભસ્માતં શરીરં” આ૫ જોઈ લો, અમારી પાસે રાખ છે, એના સિવાય બીજું કશું જ નથી.














પ્રતિભાવો