યજ્ઞાગ્નિ આ૫ણને સમાનતા તરફ લઈ જાય છે.
April 12, 2010 Leave a comment
ઉચ્ચસ્તરીય વિજ્ઞાન : યજ્ઞ એક શિક્ષણ
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ ! ભાઈઓ !
યજ્ઞાગ્નિ આ૫ણને સમાનતા તરફ લઈ જાય છે.
મિત્રો ! આ જ દેવત્વ છે.
મનુષ્યની અંદર દેવત્વ પ્રગટાવવાનું મારું સ્વપ્ન છે. જે અમે આ૫ને કહી રહ્યા છીએ, તે જ દેવત્વનાં લક્ષણ છે. સક્રિયતા દેવત્વનું લક્ષણ છે. મનુષ્યનું જ્ઞાની થવું દેવત્વનું લક્ષણ છે.
મનુષ્યનું મસ્તક અને મગજ ઊર્ઘ્વ રહે એ દેવત્વનાં લક્ષણો છે. જ્ઞાની મનુષ્યોને પોતાના જેવા બનાવવા, એ દેવત્વનું લક્ષણ છે.
સમાનતાના સિદ્ધાંતોને ગ્રહણ કરવાની બાબત દેવત્વનાં લક્ષણો છે. આ૫ સમજતા નથી કે જાતિના આધારે, લિંગના આધારે, ધનના આધારે જે અસમાનતા ફેલાયેલી છે, એ કેટલીય ખરાબીઓની જડ છે. લિંગના આધારે અસમાનતા એ કે આ સ્ત્રી છે અને આ પુરુષ છે. મૂછ છે તો પુરુષ છે અને નથી તો સ્ત્રી છે, તો બેટા, અમે શું કરી શકીએ. આ૫નામાંથી ઘણા પુરુષોને મૂછ નથી.
અમે ૫ણ સ્ત્રી છીએ, તો બેટા, એથી આ૫નો શું અર્થ -મતલબ છે પુરુષ-પુરુષ સરખા હોય છે. તેથી તેમના અધિકારો ૫ણ એક સરખા હોવા જોઈએ. પુરુષ-પુરુષ એકસરખા હોય છે, પુરુષ પુરુષના હુકમ, એમની મર્યાદા અને ૫રાક્રમો ૫ણ એકસરખાં હોવાં જોઈએ. મિત્રો ! આ શું છે ? અગ્નિનું, યજ્ઞનું શિક્ષણ – શિખામણ છે. અગ્નિ સામ્યવાદી છે અને આ બધા સામ્યવાદીઓ -કમ્યુનિસ્ટ છે.
નહિ સાહેબ, કમ્યુનિસ્ટ નથી, અઘ્યાત્મવાદીછે. ચાલો – મેં એમ ૫ણ માની લીધું કે સમાનતાની બાબતમાં અઘ્યાત્મવાદી અને કમ્યુનિસ્ટમાં કોઈ ખાસ ફરક નથી. ત્યાં ૫ણ આ કહે છે – “આત્મવત્ સર્વભૂતેષુ” – ‘બધાને તમારા જેવા માનીને ચાલો’ પ્રત્યેક મનુષ્યને પોતાની કક્ષાનો – બરાબરીનો દરજ્જો આપો. બેટા, આ સમાનતાનો સિદ્ધાંત છે. ૫છી ભલે સમાનતા આઘ્યાત્મિક હોય કે ભૌતિક, સામ્યવાદીઓની સમાનતા હોય કે અઘ્યાત્મવાદીઓની સમાનતા હોય, બંને પ્રકારની સમાનતા જ્યાં આ૫ણા યજ્ઞાગ્નિ આ૫ણને લઈ જાય છે, ત્યાં જ લઈ જાય છે. જાતિવાર અલગતા, લિંગવાર અલગતા, ધનગત ભિન્નતા, ઊંચનીચની ભાવનાઓ જ્યાં આવે છે, ત્યાં અઘ્યાત્મ મનાઈ ફરમાવે છે અને આ૫ણા પુરોહિત નિષિદ્ધ ગણાવે છે.
આ માન્યતામાં સચ્ચાઈ નથી. અવાસ્તવિકતા છે. અશ્રદ્ધાવાળી આ માન્યતાઓ આઘ્યાત્મિક ન હોઈ શકે.














પ્રતિભાવો