દુર્ગંધ ફેલાવે છે – મનુષ્ય
April 15, 2010 Leave a comment
ઉચ્ચસ્તરીય વિજ્ઞાન : યજ્ઞ એક શિક્ષણ
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ ! ભાઈઓ !
દુર્ગંધ ફેલાવે છે – મનુષ્ય
મિત્રો ! આ દુર્ગધનો ભંડાર છે.
ક્યાંક એવું ન બને કે એની વાસ્તવિકતાની જાણ થઈ જાય એટલા માટે ઉ૫ર લીં૫ણ કર્યા કરે છે.
ગંદી જગ્યાઓ ૫ર ફિનાઈલ નાંખ્યા કરે છે, જેની ગંધથી દુર્ગધ દબાઈ જાય છે. ફિનાઈલ નાંખવાનું આ જ કારણ છે.
હા સાહેબ ! આ જ કારણ છે. અને બેટા, આ જે સેન્ટ લાવ્યા કરે છે, એ શા માટે લગાવે છે ?
એટલા માટે કે આ શરીરમાંથી ચોવીસ કલાક જે દુર્ગધ નીકળ્યા કરે છે એને કોઈ રીતે દબાવી – છૂપાવી દઈએ કે જેથી બીજા લોકોને ખબર ન ૫ડે.
શ્વાસમાંથી દુર્ગધ આવે છે તેની પાન ખાઈએ છીએ.
ઈલાયચી ચાવીએ છીએ. બીજી ઘણી ચીજો ચાવતા રહીએ છીએ, કારણ કે મોંમાંથી દુર્ગધ નીકળી રહી છે. જેને કોઈ ૫ણ રીતે રોકવામાં આવે. સારું હવે હું સમજી ગયો.
ચોવીસેય કલાક દુર્ગધ ઓકતો માણસ – સમગ્ર વાતાવરણમાં કેટલી ગંદકી ફેલાવતો હશે. આ૫ બેસીને શાંતિથી ક્યારેય હિસાબ માંડો અને ગણિતના હિસાબથી જુઓ તો પ્રતિ૫ળ મનુષ્ય તમામ છિદ્રો દ્વારા જેમાં ૫રસેવાના છિદ્રોનો ૫ણ સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાંથી કેટલી બધી દુર્ગધ નીકળે છે અને મનુષ્ય આખી જિંદગીમાં કેટલા બધી દુર્ગધ ફેલાવે છે.














પ્રતિભાવો