ગુરૂદેવના ચરણોમાં પ્રાર્થના
April 16, 2010 Leave a comment
ગુરૂદેવના ચરણોમાં પ્રાર્થના
તમારા દિવ્ય રૂ૫ને જોઈ હું, શું કરૂ ગુરૂદેવ,
મારે તો દિવ્ય રૂ૫માં મારૂ અસ્તિત્વ ખોઈ દેવું છે.
તમારા યુગ નિર્માણ યોજનાને અનુભવી શું કરૂ ગુરૂદેવ,
મારે તો એ યોજનામાં સમાઈ જઈને રહેવું છે.
તમારા ચરણ નિહાળીને હું શું કરૂ ગુરૂદેવ,
મારે તો એ ચરણમાં રજ બનીને રહેવું છે.
તમારા તેજસ્વી વાણી સાંભળી હું શું કરૂ ગુરૂદેવ.
મારે તો શબ્દોની વચમાં જ લીન થવું છે.
તમારી આરતી ઉતારી હું શું કરૂ ગુરૂદેવ,
મારે તો એ આરતીથી જ્યોત બની રહેવું છે.
શાંતિકુંજ આશ્રમમાં રહી હું શું કરૂ ગુરૂદેવ,
મારે તો તમારા હૃદયમાં વસવું છે.
મારૂ મારૂ કહી “ગુલાબ” જીવન જીવ્યો છે ગુરૂદેવ
હવે તો સર્વસ્વ તારૂ કહીને જીવવું છે.
-ગુલાબસિંહ ચુડાસમા, સુરેન્દ્રનગર














પ્રતિભાવો