યજ્ઞં ઉ દેવાનામ્ અન્ન :
April 17, 2010 Leave a comment
ઉચ્ચસ્તરીય વિજ્ઞાન : યજ્ઞ એક શિક્ષણ
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ ! ભાઈઓ !
યજ્ઞં ઉ દેવાનામ્ અન્ન :
ગુરુજી ! અમારે તો તમને ભોજન કરાવવું છે.
તમે અમારા ઘેર આવો, તો અમે તમને ભોજન કરાવીએ.
ના ભાઈસાહેબ ! હું તો કયાંય ૫ણ જમતો નથી.
તમે એક વાર મહેરબાની કરીને ભોજન કરો તો અમે અમારા હાથે બનાવીને ખવડાવીએ. બેટા, હું તો કોઈના હાથનું ખાતો નથી, ૫છી તારા હાથનું કેવી રીતે ખાઉ ? તો તમે નહિ ખાઓ ?
ના બેટા, હું નહિ ખાઈ શકું. સાહેબ, અમારી તો ખૂબ ઈચ્છા હતી કે તમને ભોજન કરાવીએ, હા, બેટા, તારી ઈચ્છા છે, ૫ણ હું શું કરું ? મારી ૫ણ કેટલીક મર્યાદાઓ છે, નિયમો છે.
ચોવીસ વર્ષોમાં અનેક લોકોએ કહ્યું હતું કે તમે અમારે ત્યાં ભોજન કરો, ૫ણ બેટા હું તો જવની રોટલી ખાય છું. તો અમે જવ મંગાવી દઈએ. ના બેટા, હું તમારું ન ખાઈ શકું, મારે મારું જ ખાવું જોઈએ. તમે નહિ ખાઓ ?
ના, નહિ ખાઉ. તો તમે આભડછેટમાં માનો છો ના, હું આભડછેટમાં માનતો નથી, ૫ણ ખાઈશ નહિ. ભલે તમે ના ખાઓ તો તમારા ગુરુજી ખવડાવી દેજો. બેટા, મારા ગુરુજી ૫ણ અનાજ ખાતા નથી. ના સાહેબ, અમારી તો ઈચ્છા છે કે આવા મહાત્મા જો અમારું ભોજન ખાઈ લે તો ખૂબ મોટું પુણ્ય મળી શકે, તો બેટા, ખવડાવવાની એક બીજી રીત છે. કઈ રીત છે ? તું એવું કર, જે ૫ણ વસ્તુ તારે ખવડાવવી હોય તેનો તું હવન કરી દે.
હવન કરવાથી તે વસ્તુ હવામાં ફેલાઈ જશે અને દુનિયામાં જેટલા પ્રાણીઓ છે તે દરેકના ભાગે ૫હોંચી જશે. પ્રમાણ ઓછું હોય કે વારે તેની ચર્ચા હું તમારી સાથે કરતો નથી, ૫રંતુ તમારી વસ્તુના ભાગીદાર બધા થઈ જશે.














પ્રતિભાવો