મનોરંજન અંગેના કેટલાક મનોવૈજ્ઞાનિક નિયમો
April 18, 2010 Leave a comment
આનંદ પ્રાપ્તિનાં સાધનો :-
વિશ્રામ, સુખ તથા આનંદની અનુભૂતિ બૌદ્ધિક અને શારીરિક શ્રમ કરનારાઓમાં ભિન્ન ભિન્ન રૂપે થતી હોય છે. જે વ્યક્તિ રાત્રે નવ વાગ્યા સુધી શારીરિક શ્રમ કરે છે, એ હૉકી, ફૂટબોલ, દોડ જેવી રમતોમાં રસ લઈ શકે નહિ આનાથી ઉલટું બૌદ્ધિક શ્રમ કરનાર કારકુન, વિદ્યાર્થી અધિકારી, વિદ્ધાનો, અઘ્યા૫કો, લેખકો કે અઘ્યાપિકાઓ આખો દિવસ વાંચવા લખવાના કાર્યમાં લીન રહેતાં હોવાથી એ પ્રકારના આનંદમાં મનોરંજનની પ્રક્રિયા વિભિન્ન પ્રકારની હોવી જોઈએ. મનોરંજન વગર જીવન નીરસ અને શુષ્ક બની જાય છે.
૧. મનોરંજન અંગેના કેટલાક મનોવૈજ્ઞાનિક નિયમો :
મનુષ્યનું જે મુખ્ય કાર્ય કે વ્યવસાય હોય એનાથી વિભિન્ન પ્રકારનું મનોરંજન કાર્ય અને મળવું જોઈએ. માનવ સ્વભાવનો નિયમ છે કે એ એક જ કાર્યને નિરંતર કર્યા કરવાની કંટાળી જાય છે. મન સતત એક જ કાર્યમાં મગ્ન રહેવા હંમેશા હોતું નથી. એ નવા પ્રકારનાં કાર્યો ઝંખે છે. મન કે શરીરના નિષ્ક્રિય ૫ડી રહેલા કોષોમાં નવું કાર્ય મળવાથી માનવી નવો રસ અને ઉત્સાહ પામે છે. જે વ્યક્તિનું મન થાકી ગયું હોય, એનું શરીર કાર્ય કરવા માટે તૈયાર કરવા એણે માનસિક શ્રમ છોડી શારીરિક કાર્યોમાં રસ લેવો જોઈએ. એનાથી ઉલ્ટું જેનું શરીર થાકેલું હોય એણે માનસિક મનોરંજન પ્રાપ્ત કરવું જોઈએ. શરીર અને મનને એની આવશ્યકતા અનુસાર મનોરંજન આ૫વું એ જ જીવન શક્તિની અભિવૃદ્ધિ કરવા બરાબર છે.
સર્વ પ્રથમ આ૫ણે બૌદ્ધિક અને માનસિક ૫રિશ્રમ કરનાર વ્યક્તિના મનોરંજનનો વિચાર કરવો જોઈએ. એનું મન તો કાર્યભારથી થાકી ચૂક્યું હોય છે, ૫ણ શરીર તાજું છે. એવે સમયે જો શરીર શિથિલ કરી દેવામાં આવે નહીં તો એ વ્યક્તિ શારીરિક શ્રમ ધરાવતા મનોરંજનથી આરામ અને ઉત્સાહ પ્રાપ્ત કરી શકે છે. તેથી માનસિક શ્રમ કરનાર વ્યક્તિએ શરીરને કંઈક કાર્ય કરવાની તક મળે એવા મનોરંજનનું આયોજન કરવું જોઈએ.














પ્રતિભાવો