રમત ગમતનો આનંદ
April 19, 2010 Leave a comment
આનંદ પ્રાપ્તિનાં સાધનો :-
વિશ્રામ, સુખ તથા આનંદની અનુભૂતિ બૌદ્ધિક અને શારીરિક શ્રમ કરનારાઓમાં ભિન્ન ભિન્ન રૂપે થતી હોય છે. જે વ્યક્તિ રાત્રે નવ વાગ્યા સુધી શારીરિક શ્રમ કરે છે, એ હૉકી, ફૂટબોલ, દોડ જેવી રમતોમાં રસ લઈ શકે નહિ આનાથી ઉલટું બૌદ્ધિક શ્રમ કરનાર કારકુન, વિદ્યાર્થી અધિકારી, વિદ્ધાનો, અઘ્યા૫કો, લેખકો કે અઘ્યાપિકાઓ આખો દિવસ વાંચવા લખવાના કાર્યમાં લીન રહેતાં હોવાથી એ પ્રકારના આનંદમાં મનોરંજનની પ્રક્રિયા વિભિન્ન પ્રકારની હોવી જોઈએ. મનોરંજન વગર જીવન નીરસ અને શુષ્ક બની જાય છે.
૨. રમત ગમતનો આનંદ
બૌદ્ધિક શ્રમ કરનારી વ્યક્તિઓ માટે રમતગમત સૌથી વધુ સ્વાસ્થ્યદાક મનોરંજનનું સાધન છે. જો તેઓ જીવનનો રસાસ્વાદ માણવા માગતા હોય, આનંદિત થવા માગતા હોય તો એમણે હોકી, ફૂટબોલ, ક્રિકેટ, બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબૉલ, ટેબલ ટેનિસ જેવી રમતોમાંથી ગમે તે એકને પોતાની પ્રિય રમત બનાવી લે. એમને આ રમત આવડતી નથી એમ કહેવાથી કામ ચાલે નહિ. મારા મિત્રો કહ્યા કરતા હોય છે, “આખી જિંદગી વાંચવા લખવામાં અને કલમ ચલાવવામાં વિતાવી છે. હવે કેવી રીતે રમાય ? રમતાં આવડતું નથી.” આ ધારણામાં જીવનથી થાકેલા માણસની વાણીનો સ્વર જણાય છે. એનો ત્યાગ કરીને નવેસરથી રમતાં શીખવું જોઈએ.
પાશ્ચાત્ય દેશોમાં રમતગમતનો પ્રચાર ઉત્તરોત્તર વધતો જાય છે. ત્યાં બાળકોથી માંડી સ્ત્રીઓ, યુવાનો અને વૃદ્ધો ૫ણ રમતગમતમાં રસ લે છે. ત્યાં મનોરંજન માટે ઉંમર બાધક બનતી નથી. ઉંમરનો બાધ તો માનસિક ભ્રમણા માત્ર છે. વાસ્તવમાં માણસ ક્યારેય વૃદ્ધ થતો નથી. એનું મન વૃદ્ધત્વના વિચારોનું ગુલામ બની જાય છે. યૌવન અને વૃદ્ધત્વ મનની બે અવસ્થાઓનાં નામ છે.તમે રમતગમત માટે મોટા થઈ ગયા છો તેથી રમી શકાય નહિ એ ખ્યાલ મનમાંથી કાઢી નાખો. તમે જે ૫ણ સ્થિતિમાં છો, રમવા માટે લાયક છો, તમે આજે જ વિચારો કે કઈ રમત તમને પ્રિય છે ? તમે કઈ રમત સહેલાઈથી રમી શકો એમ છો ? કઈ રમતનો ખર્ચ બેઠી શકો એમ છો ? કઈ રમત માટે તમને સાથી તેમજ સગવડો મળી શકે એમ છે ?જો તમે રમત રમવાનો પાકો નિર્ણય કરી લીધો હોય તો કોઈને કોઈ સાધન જરૂર મળી રહેશે. એના માટેની કાર્યવાહી શરૂ કરો અને કોઈ કલબ કે સોસાયટીના સભ્ય બની જાઓ કે કોઈ શાળા કૉલેજના આચાર્ય સાથે મિત્રતા બાંધો. રમતગમતના મનોરંજન માટે સમય ફાળવો.
આરામ અને નોકરી જેટલાં જરૂરી છે. મનોરંજન અને આમોદ પ્રમોદ ૫ણ એટલાં જ જરૂરી છે.રમતગમતમાં તેમજ અન્ય સાથે હાસ્યવિનોદથી વિતાવેલી બે ક્ષણો જીવનનો થાક, એકરસતા અને ચિંતાઓને દૂર કરી છે. જીવનમાં ખેલદિલીનો પ્રાદુર્ભાવ થાય છે. સ્વાસ્થ્ય અને વ્યાયામની પ્રાપ્તિ એ એનો સૌથી મોટો લાભ છે. આનંદ મેળવવા માટે રમો, કૂદો અને પ્રસન્નતાનો અનુભવ કરતા રહો. બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ, યુવાનો વગેરેએ પોતાની અવસ્થા, રુચિ, સ્થિતિ તથા અવકાશ અનુસાર કોઈ શારીરિક શ્રમપ્રધાન રમતમાં રુચિ ઉત્પન્ન કરવી જોઈએ. તમારે તમારી જવાબદારીઓ હોય છે. સાંસારિક ફરજો હોય છે. એ માટે ૫ણ સમય ઘણો ફાળવવો ૫ડે છે, એ વાત સાચી છે, ૫ણ રમતગમતમાં બે ક્ષણ વિચારી એ બધી ચિંતાઓને ભૂલી જવાનો પ્રયત્ન ૫ણ કરવો જોઈએ.














પ્રતિભાવો