ટહેલવાનો આનંદ :
April 19, 2010 Leave a comment
ટહેલવાનો આનંદ :
બૌદ્ધિક જીવન વ્યતીત કરનારા માટે ટહેલવું એ પ્રિય અને આનંદની પ્રવૃત્તિ છે. સવાર સાંજ તેઓ શાળા, કૉલેજ કે ઓફીસને ભૂલીને નગરની આજુબાજુ ફરવા જઈને આનંદ પ્રાપ્ત કરે છે.
જે વ્યક્તિ રાતદિવસ ઓફિસ કે દુકાનની ચાર-દીવાલોમાં પૂરાઈ રહે છે, એના માટે ટહેલવું એ મુક્તિનું સાધન બની જાય છે. ટહેલવાની પ્રક્રિયા મન તથા આત્માને તૃપ્ત કરે છે અને જીવનમાં સ્વાસ્થ્ય, યૌવન અને ઉલ્લાસની અભિવૃદ્ધિ કરે છે. જેણે ટહેલવાનો અનુભવ કર્યો હોય એ જ એના આનંદને સમજી શકે છે. જેણે જીવનમાં ફરવાનો આનંદ સૌથી વધુ માત્રામાં માણ્યો છે એવી વ્યક્તિના ઉદ્દગારો નીચે રજૂ કરવામાં આવે છે.
“પ્રાતઃકાળનો સમય છે. આકાશમાં તારાઓ અને નક્ષત્રો મંદ મંદ સ્મિત વેરી રહ્યાં છે. વાતાવરણ મધુર છે. હવામાં મસ્તી રમી રહી છે, શીતળ-મંદ સુવાસ ફેલાયેલી છે. ચારે બાજુ રાઈ, ચણા અને વટાણાના ખેતરો લહેરાઈ રહ્યાં છે. ધરતીમાંથી મીઠી મીઠી સુગંધ આવી રહી છે. શરીર ૫ર મામૂલી ગંજી ૫હેરીને, ઉઘાડા ૫ગે ૫ગદંડીઓ ઉ૫ર દોડતો, તો કોઈ વખતે ધીમે ધીમે ચાલતો, વળી દોડતો એવો હું સમસ્ત આનંદનું પાન કરી રહ્યો છું, આકાશ સાથે વાતો કરી રહયો છું. ફેફસાંમાં જે ઓક્સિજનની ઠંડી ઠંડી ધારા વહી રહી છે એ તો જાણે પ્રકૃતિ માતાના સ્તનનું અમૃત છે. ઋષિઓએ “બ્રહ્મવેળાનું અમૃતપાન આને જ કહ્યું છે.”
વ્યાયામ અનેક પ્રકારના છે ૫રંતુ ટહેલવાનો આનંદ નિરાળો જ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસામાં ટહેલવું એ બધી ઋતુઓમાં સુખકર છે. શિયાળામાં ટહેલવાનો જે આનંદ મળે છે એ વર્ણવવા માટે તો શબ્દો ૫ણ ઓછો ૫ડે. આળસુ લોકો જ્યારે ૫થારીમાં ૫ડ્યા ૫ડ્યા ઊંઘતા હોય છે ત્યારે ટહેલનારા નિત્ય કર્મ આટોપી હાથમાં છડી લઈને ટહેલવા નીકળી ૫ડતા હોય છે. ફરતી વખતે હાથમાં રાખેલી છડી પ્રેરક બળ પૂરું પાડતી હોય છે. મનમાં ક્યારેક કોઈ તરંગ ઊઠે છે તો ક્યારેક ગાવાની તો ક્યારેક સીટી વગાડવાની ઇચ્છા થાય છે. ક્યારેક સાહેબોની ચાલ, ક્યારેક વિદ્યાર્થીઓની ઝડપી ચાલ તો ક્યારેક ઘોડાની જેમ તબડક તબડક ચાલ ચાલું છું. જ્યારે જે મનમાં આવે તે કરવું, ન કોઈ જોનાર, ન કોઈ ટીકા કરનાર, સભ્યતા, સંસ્કૃતિ વગેરેની ૫ળોજણોથી દૂર પોતાનામાં જ મસ્ત, ‘પૂર્ણમદઃ પૂર્ણમિદં:’ ની દિવ્ય અનુભૂતિના સરોવરમાં ગળાડૂબ એવો હું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક એવી બધી જ દિશાઓમાં ઉલ્લાસનો વિદ્યુત લહેર અનુભવું છું.”
આ વ્યક્તિની અનુસવારે મુક્ત હવામાં ટહેલવા જાઓ ત્યારે બે એક બાબતો ધ્યાનમાં રાખો. જેમ બને તેમ ઓછાં વસ્ત્રો પહેરો અને કોઈ જોશે તો શું કહેશે એ ડર મનમાંથી કાઢી નાખો. સ્વતંત્ર થઈને પોતાની સ્વાભાવિક ચાલ ચાલો અને તમે સમસ્ત ચિંતાઓથી મુક્ત છો અને કોઈ પણ પળોજણો સાથે તમારે કોઈ સંબંધ નથી એમ જ માનીને ચાલો. બીજું દરરોજ ફરવા માટે નવું સ્થાન પસંદ કરો. કોઈ નવા રસ્તે જવાથી એકરસતા દૂર થતાં અધિક મનોરંજન પ્રાપ્ત થાય છે. બે મિત્રોને સાથે લઈભૂતિમાં માત્ર ઠાલી ભાવુકતા ન હોતા સત્ય ને હસતા વાતચીત કરતા ફરવા જાઓ.














પ્રતિભાવો