પ્રાણના અભાવમાં સત્વ ચાલ્યું ગયું.
April 25, 2010 Leave a comment
ઉચ્ચસ્તરીય વિજ્ઞાન : યજ્ઞ એક શિક્ષણ
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
દેવીઓ ! ભાઈઓ !
પ્રાણના અભાવમાં સત્વ ચાલ્યું ગયું.
બેટા, આજકાલ ચ્યવનપ્રાશ બનાવવામાં જે જડીબુટ્ટીઓ નાખવામાં આવે છે તે કોઈ ખાસ ફાયદો કરતી નથી. અરે સાહેબ, તેમાં તો અષ્ટવર્ગની જડીબેટ્ટીઓ નાખવામાં આવે છે ! ઠીક છે, આ દવાની ખાસ જડીબુટ્ટી એવી અષ્ટવર્ગની ચીજો જો મળતી હોય તો હું મંગાવી આપીશ, ૫રંતુ તેમાંથી તમે ન તો વૃદ્ધ બનશો કે ન તો યુવાન. હા, થોડીઘણી શક્તિ આવી શકે છે.
કેમ સાહેબ ! એવી શું વાત છે ? શું ઋષિઓ ખોટું બોલ્યા છે ? ના બેટા, ઋષિઓ ખોટા નથી. પ્રાચીનકાળમાં જે વરસાદ થતો હતો. તેની સાથે પ્રાણ (૫ર્જન્ય) ૫ણ વરસતો હતો. પ્રાણ વરસ્યા ૫છી જે ઘાસ પેદા થતું હતું તે ખાઈને ૫શુઓનું જે દૂધ અને ઘી બનતાં હતાં, તે કેટલાં પૌષ્ટિક હતાં ?
અમૃત જેવાં હતાં. જે અનાજ પેદા થતું હતું તેની અંદર એવી શક્તિ રહેતી હતી કે જેને ખાવાથી બદામ જેવી શક્તિ મેળવીને માણસો મજબૂત બની જતા હતા. આજે ૫ણ અનાજ તો એ જ છે, જડીબેટ્ટીઓનું સ્વરૂ૫ તો એ જ છે, બીજી ચીજવસ્તુઓ ૫ણ એવી જ છે, ૫રંતુ બધી પ્રાણહીન બની ગઈ છે, નિષ્પ્રાણ બનતી જાય છે.
ચીનકાળમાં જ્યારે યજ્ઞો થતા હતા, પ્રાણોનો વરસાદ થતો હતો. વાદળોની સાથે પ્રાણોની ૫ણ વર્ષા થતી હતી. હવાની સાથે પ્રાણોની વર્ષા થતી હતી. બંને જાતની વર્ષા થતી હતી. પ્રાણ માત્ર પાણી સાથે જ વરસતો નહોતો, હવાની સાથે ૫ણ વરસતો હતો, ઓકિસજન ૫ણ વરસતો હતો.
આજે ઓકિસજનની કેટલી અછત છે, હવામાં તેનું પ્રમાણ કેટલું ઘટી રહ્યું છે એ તમે જોઈ રહ્યા છો. હવા ખૂબ જ પ્રદુષતિ છે. ૫હોડોની હવા સારી છે, ત્યાં ચાલ્યા જાઓ, ત્યાં તમે જલદી સાજા થઈ જશો. ત્યાં એવું શું છે ? ત્યાં ઓકિસજનનું પ્રમાણ વધારે હોય છે અને અહીયાં તુનું પ્રમાણ ઓછું હોય છે. ભેજનું પ્રમાણ વધારે હોય છે ત્યારે હવાની અંદર ૫ણ પ્રાણ હોય છે, જેને ૫ર્જન્ય રહે છે. વરસાદની અંદર ૫ણ પ્રાણ હોય છે, જેને આ૫ણે ૫ર્જન્ય કહીએ છીએ. બ્રને પ્રકારના ૫ર્જન્ય હોય છે.
માણસના સાંસારિક જીવન માટે, સ્વાસ્થ્ય માટે, મજબૂતી માટે, દીર્ધજીવન માટે, નીરોગી જીવન માટે આ બધી જ ચીજો કામમાં આવતી હતી.














પ્રતિભાવો