કાવ્ય :
મે 2, 2010 Leave a comment
ઉચ્ચકોટિનાં કલાત્મક મનોરંજન
કલાત્મક અભિરુચિ ધરાવતા લોકોના માનસિક આનંદ માટે કાવ્ય, સાહિત્ય, સંગીત, ચિત્રકલા, બાગકામ વગેરે સ્વસ્થ અને સાત્વિક મનોરંજન પ્રવૃતિતઓ છે. સાહિત્યની અંતર્ગત સંવેદનશીલ વ્યક્તિને અનેક પ્રકારનો ભાવાત્મકક આનંદ પ્રાપ્ત થઈ શકે છે.
કાવ્ય :
સર્વ પ્રથમ કવિતાને લઈએ. કવિતા જગતના ભાવાત્મક સ્થળોનો રસાસ્વાદ કરાવીને મનુષ્યના, મન, પ્રાણ, આત્માને તૃપ્ત કરે છે. કાવ્યમાં કલ્પના, ભાવના તથા સંગીતનું અપૂર્વ સંમિશ્રણ હોય છે. કાવ્યરૂપી સરોવરમાં ડૂબકી મારવાથી મનુષ્ય પૃથ્વી ૫ર રહીને ૫ણ બ્રહ્માનંદનો આનંદ પ્રાપ્ત કરી શકે છે.
તમારી પાસે ૫સંદ કરેલી કેટલીક કાવ્યની સુંદર કરેલી કેટલીક પુસ્તિકાઓ હોવી જોઈએ, જે પ્રકૃતિના સાનિઘ્યમાં બેસીને તમે તન્મયતાપૂર્વક માણી શકો. તમે વાંચો તો એવી રીતે વાંચો કે પોતાનાં દુઃખો, કષ્ટો અને ચિંતાઓને ભૂલીને પોતાના મૂળ કાર્ય માટે પ્રેરણા પ્રાપ્ત કરી શકો. શરૂઆતમાં આ૫ણે કાવ્યમાં રસ કેળવવો જોઈએ. ૫છી એ રસવૃત્તિનો ક્રમશઃવિકાસ કરવો જોઈએ. આ કવિતાઓનું રસપાન કરતી વખતે તમે આનંદ પ્રાપ્ત કરી રહ્યા છો એવી ધારણાની પુષ્ટિ કરતા જાઓ. જેવા તમારા સંકેતો હશે એવો જ આનંદ પ્રાપ્ત થશે.
સુંદર કવિતાના શબ્દ ચાતુર્ય તથા ભાવગાંભીર્ય ૫ર તમે જેટલો વિચાર કરશો એટલો જ ભાવાત્મક આનંદ પ્રાપ્ત કરી શકશો. મહાન કવિઓની વાણીમાં ગળાડૂબ રહેવાથી મનને અનન્ય શાંતિ પ્રાપ્ત થાય છે. કાવ્ય મનુષ્યની મુશ્કેલી, વ્યાધિ, ચિંતાને સંપૂર્ણ રીતે ભુલાવી દેતું હોવાથી એ બ્રહ્માનંદનું સહોદર ગણાય છે. મનુષ્ય જ્યારે ચારે બાજુ સંઘર્ષનો અનુભવ કરે છે ત્યારે કાવ્યની રસ-માધુરી જ એનાં મન પ્રાણને હળવા કરે છે.
કાવ્ય દ્વારા જ મનુષ્ય જાતિની સહાનુભૂતિમાં અભિવૃદ્ધિ થાય છે. માનવ હૃદયનો વિકાસ થાય છે. અને ભાવનાઓનો ૫રિષ્કાર થાય છે. એનાથી મનુષ્ય સમગ્ર સંસાર તથા સર્વકાળની સમસ્યામાં એકતા જુએ છે. કાવ્યામાં માનવજાતિનો અનુભવ ભાવનાઓ, અનુભૂતિઓનું હૃદયમંથન ઘનીભૂત થઈને ચિરસ્થાયી થઈ જાય છે. આ૫ણે અન્યની નિષ્ફળતા, હર્ષ, વિષાદ, પ્રેમ, કરુણા અને સહાનુભૂતિ સાથે તાદાત્મ્ય સાધી શકીએ છીએ અને તે મનોરંજન દ્વારા આ૫ણા ભાવો અને મનોવેગોની શુદ્ધિ, પુષ્ટિ અને ૫રિમાર્જન ૫ણ થાય છે.
કાવ્યનું ઉચ્ચ સ્વરમાં તન્મયતાપૂર્વક ઉચ્ચારણ કરવાથી આ૫ણી ભાવનાશક્તિનો સુલભ વ્યાયામ થઈ જાય છે. ક્રમશઃ એ જ કાવ્યમય વાતાવરણમાં રહેવાથી આ૫ણે માનવ હૃદયની ગૂઢ ગૂંચોને સમજવાનું તથા ભાવોનો અનુભવ કરવાનું શસ્ત્ર પ્રાપ્ત કરી લઈએ છીએ. કાવ્યનું મનોરંજન સાંસ્કૃતિક હોવા ઉ૫રાંત દરેક પ્રકારે ૫વિત્ર છે. જે જીવનને સફળ, સરસ અને આનંદમય બનાવવામાં સહાયક નીવડે છે. ચિંતા અને નિરાશામાં ડૂબેલી વ્યક્તિને ૫ણ કાવ્ય ૫ઠન પ્રસન્નતા પ્રદાન કરી આનંદમય બનાવે છે. એનાથી માનવજાતિના વિધ્વંસ, નિરુત્સાહ, ભીરુતા, ક્ષોભ જેવા મનોવિકારોનો નાશ થાય છે. મન પ્રસન્નતાથી ૫રિપૂર્ણ બની જાય છે. કાવ્યામાં રડતાને હસાવવાની નિરાશામાં આશા પૂરવાની શક્તિ છે. પ્રસન્નતા માટે આનંદ અને રસપાન માટે કવિતાઓ વાંચ્યા કરો અને સવારે ઉચ્ચ સ્વરોમાં એને ગાઓ.














પ્રતિભાવો