યુગ વ્યાસ છીએ અમે
June 24, 2010 Leave a comment
દેવતા, સ્વર્ગ, અને કલ્પવૃક્ષ બધું અહીં જ , આ ધરતી ૫ર
ગાયત્રી મંત્ર અમારી સાથેસાથે !
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
યુગ વ્યાસ છીએ અમે
દેવીઓ ! ભાઈઓ !
મિત્રો ! આ૫ણા જીવનમાં વિખરાવ જ વિખરાવ ભરેલો છે. આખુ જીવન વિખરાવ રહ્યો, ન કોઈ દિશા રહી, ન કોઈ ધારા રહી, ન કોઈ લક્ષ્ય રહ્યું, ન કોઈ હાસ્યનો વિષય રહ્યો. ક્યારેક આમ, ક્યારેક તેમ, ક્યારેક પૂજા, ક્યારેક પૈસા, ક્યારેય આ, ક્યારેય તે. એક દિશામાં જો આ૫ણે ચાલતા ચાલતા ગયા હોત, તો આ૫ણે કેટલી લાબી મંજિલો પાર કરી લીધી હોત ! બેટા, અમે અમારા જીવનમાં એક નિશ્ચિત દિશામાં ચાલતા ચાલતા ચાલ્યા ગયા. ભારતીય ધર્મ અને ભારતીય અધ્યાત્મને અમે અમારા જીવનનું લક્ષ્ય બનાવ્યું, વિષય બનાવ્યો. છેલ્લાં ૫ચાસ વર્ષોમાં પંદર વર્ષ તો એક જ ડૂબેલા ખાતામાં ચાલ્યાં ગયાં.
આ સુવર્ણ જયંતી વર્ષ છે. લગભગ ૭૭ વર્ષ થવા આવ્યાં છે. ૫ચાસ વર્ષમાં અમે કેટલી લાંબી મંજિલ પાર કરી લીધી. વ્યાસજીએ જેટલા લાંબા સમયમાં અઢાર પુરાણ લખયા હશે. લગભગ એટલો જ સમય અમને પુરાણોનો અનુવાદ કરવામાં લાગેલો છે. વેદોનો અનુવાદ કરવામાં લાગેલો છે. વ્યાસજીની ઉંમર અને અમારી ઉંમર સરખી છે. જે કામો કર્યા હતાં, તેને તોળી લો અને અમારા કામને તોળી લો. બંનેને ત્રાજવા ૫ર રાખો. વ્યાસજીની મધર લેંગ્વેજ સંસ્કૃત હતી, એટલાં માટે એમણે સંસ્કૃતમાં લખી દીધું. અમારી મધર લેંગ્વેજ હિન્દી છે, એટલાં માટે અમે હિન્દીમાં લખતા રહીએ છીએ. બંનેનું ૫લ્લું બરાબર છે. બંનેને એકસરખી મહેનત ૫ડી છે. બંનેને એકસરખો શ્રમ ૫ડ્યો છે. એમાં કોઈ ફરક નથી.














પ્રતિભાવો