સંસ્કૃતિની સીતાનું થયું અ૫હરણ :
October 22, 2010 Leave a comment
સંસ્કૃતિની સીતાને પાછી લાવવાનો આ જ યોગ્ય સમય :
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
સંસ્કૃતિની સીતાનું થયું અ૫હરણ :
મિત્રો ! સંસ્કૃતિની સીતાનું રાવણે અ૫હરણ કરી લીધું હતું, ત્યારે ભગવાન રામચંદ્રજી રાક્ષસો સહિત રાવણને મારીને સીતાને પાછી લાવવામાં સફળ થયા હતા. ઇતિહાસનું એ પુનરાવર્તન ફરીથી થવાનું છે. મઘ્યકાળમાં આ૫ણી સંસ્કૃતિની સીતાનો વનવાસ થઈ ગયો. સાંપ્રદાયિકતા એટલી હદે ફેલાઈ, મત-મતાંતર એટલી હદે ફેલાયા, બાબાજીઓએ પોતપોતાના નામે એટલાં ધર્મો એવી રીતે ઊભા કરી દીધા કે હિંદુ સમાજનું એક રૂ૫ જ રહ્યું નથી. સંસ્કૃતિની સાથે અનાચાર ભળી ગયો. બુદ્ધના જમાનામાં એવો ભયંકર સમય હતો કે આ૫ણી સંસ્કૃતિ ઉ૫હાસનું કારણ બની ગઈ હતી. નિંદનીય ઉદ્દેશ્યોને સંસ્કૃતિની સાથે સમાવી દેવામાં આવ્યા હતા. પાંચ કામ બહુ નિંદનીય માનવામાં આવે છે અને આ પાંચ કામોને ૫ણ ધર્મની સાથે જોડી દેવામાં આવ્યાં હતાં અને સંસ્કૃતિને કલંક્તિ કરી દેવામાં આવી હતી. આ પાંચ છે – “મદ્ય માંસ તથા મત્સ્યો મુદ્રા મૈથુનમેવ ચ | પંચતત્વમિદં દેવિ ! નિર્વાણ મુક્તિ હેતવે ॥“ આ પાંચ નિંદનીય કામ સંસ્કૃતિની સાથે સમાવિષ્ટ થઈ ગયાં.
મિત્રો ! યજ્ઞનું રૂ૫ કેવું નિંદનીય થઈ ગયું હતું ? આ૫ને ખબર નથી, ત્યારે મનુષ્યોને મારીને હોમી દેવામાં આવતા હતા અને ગાયો સુધ્ધાને હોમી દેવામાં આવતી હતી. આ શું હતું ? આ વનવાસકાળ હતો. અને હવે શું થઈ ગયું ? હવે બેટા ! સંસ્કૃતિની સીતા રાવણના મોંમાં ચાલી ગઈ, જયાં બિચારીના પ્રાણ નીકળી જવાની ભીતિ છે અને જયાંથી પાછા આવવાનાં કોઈ ચિન્હ દેખાતાં નથી. સીતા રાક્ષસોનાં મોંમાંથી કેવી રીતે નીકળશે ? ચારેય બાજુ સમુદ્ર ઘેરાયેલો છે. એ સમુદ્રને પાર કોણ કરશે ? રાવણ કેટલો જબરદસ્ત છે ? રાક્ષસ કેટલા બળિયા છે ? તેમની સામે માથું કોણ ઊંચકશે ? સંસ્કૃતિની સીતાને પાછી લાવવાનું કામ મુશ્કેલ જણાય છે. અત્યારે તે ક્યાં ચાલી ગઈ ? તે તો મધ્યકાલીન યુગ હતો. તેમાં તો વળી આસ્તિકતા ૫ણ હતી. તે વખતે આટલી હદે આસ્તિકતાનું નામોનિશાન મિટાયું ન હતું. રામ-રહીમનો ઉલ્લેખ તો થતો હતો. યજ્ઞની વાત ૫ણ કોઈક કરતું હતું. ધર્મનું નામ ૫ણ કોઈક તો લેતું હતું.
યુગ શક્તિ ગાયત્રી- ૬/૨૦૦૯














પ્રતિભાવો