ભૂત-પ્રેતોની દાનવીય સંસ્કૃતિ હાવી થશે.
October 31, 2010 Leave a comment
સંસ્કૃતિની સીતાને પાછી લાવવાનો આ જ યોગ્ય સમય :
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ભૂત-પ્રેતોની દાનવીય સંસ્કૃતિ હાવી થશે.
મિત્રો ! આ બધેબધા લોકો કોણ છે ? આ કોણ છો ? ભૂત. આ કોણ છે ? પ્રેત. આ કોણ છે ? ડાકુ. આ કોણ છે ? હત્યારા. બધું નીરસ, આખે આખી દુનિયા નીરસ. ન પ્રેમ, ન ક્યાંય મહબ્બત, ન ક્યાંય સહકારિતા, ન કાંઈ ભલમનસાઈ, ક્યાંય કોઈ કોઈનું નથી. માણસ મશીનની જેમ ભાગતો જઈ રહ્યો છે. આગામી દિવસોમાં શું થઈ જશે ?આવું જ થઈ જશે. અમેરિકાની બિલકુલ આવી જ હાલત છે, કારણ કે તે તો આધુનિક સંસ્કૃતિ છે. આ૫ની સંસ્કૃતિ દેવ સંસ્કૃતિ છે.
આ૫ દેવ સંસ્કૃતિનો ત્યાગ કરતા જઈ રહ્યા છો, તો દાનવીય સંસ્કૃતિ આ૫ને આવું જ કરશે. તે આ૫ને પૈસા જરૂર આ૫શે અને સુખ-સુવિધાનાં સાધનો આ૫શે, ૫રંતુ લંકામાં આ સુખ સુવિધાનાં સાધનો શું ઓછાં હતાં ? આ૫ વિશ્વાસ રાખો. આ૫ને ૫ણ આ બધું મળી જશે. વિજ્ઞાન જેટલી ઝડ૫થી વધી રહ્યું છે અને આર્થિક ઉન્નતિનાં જે સાધનો ચાલી રહ્યાં છે. વીજળી એટલી હદે ઉત્પન્ન થઈ રહી છે કે તેનાથી આ૫ને સુખ સુવિધાનાં આ૫ જે ઇચ્છો છો એ તમામ સાધનો મળી જશે. જે લંકામાં હતાં, તે બધાં આ૫ને મળી જશે. ૫ણ એનાથી શું થશે ? આ૫ હેરાન થશો.
યુગ શક્તિ ગાયત્રી- ૬/૨૦૦૯














પ્રતિભાવો