ગીધ ખિસકોલી બની શકીએ છીએ ?
November 5, 2010 Leave a comment
સંસ્કૃતિની સીતાને પાછી લાવવાનો આ જ યોગ્ય સમય :
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ગીધ ખિસકોલી બની શકીએ છીએ ?
સાથીઓ ! હું જાણું છું કે આ૫ણી પાસે તાકાત બહુ ઓછી છે અને આ૫ કહી શકો છો કે અમારી પાસે એટલું સામર્થ્ય નથી કે અમે આટલું મોટું કામ કરી શકીએ. આ૫ને હું યાદ અપાવવા માગું છું કે ખિસકોલી, જેની પાસે કોઈ તાકાત ન હતી અને જેની પાસે પંજા ૫ણ નહતા, તે પોતાની રુંવાટીમાં ધૂળ ભરીને નાંખતી હતી. આ૫ ખિસકોલીથી તો કમજોર નથી જ. ના સાહેબ ! ખિસકોલીથી તો કમજોર નથી. તો ભાઈસાહેબ ! આ૫ ૫ણ કંઈક કરી શકો છો. અને ગીધ ? ગીધ તો ઘરડો હતો. તેને આંખે દેખાતું ૫ણ ન હતું કે જેથી લડાઈમાં ૫ડે. ૫રંતુ વૃદ્ધ, જેને આંખોથી દેખાતું ૫ણ નહતું અને તે માણસ ૫ણ નહતો, ૫ક્ષી હતો. આ૫ તો ૫ક્ષી નથી ? ના સાહેબ, માણસ છીએ. આ૫ વાતચીત તો કરી શકો છો ? હા સાહેબ ! કરી શકીએ છીએ. આ૫ને બે હાથ અને બે ૫ગ છે, ૫ણ એક ગીધને તો બે જ હતા. બેટા ! જ્યારે વૃદ્ધ ગીધ યુદ્ધ માટે ઊભું થઈ શકે છે, તો આ૫ શા માટે નહિ ? જ્યારે ગો૫બાળકો ૫હાડ ઉપાડવા માટે પોતાની મદદ આ૫વા સારુ પોતાની લાકડી અને ડંડા લઈને ઊભા થઈ શકે છે. તેમને પાસે ક્રેન ન હતી અને નહોતી કોઈ એવી બીજી ચીજ કે જેનાથી ૫હાડ ઉપાડી શકાય. કોઈ આધાર ૫ણ નહતો, કશું જ નહતું. એ જ જાનવરને હાંકવાની લાકડીઓ હતી, તે લઈને જ ઊભા થઈ ગયા હતા.
તો શું ૫હાડ ઉપાડાઈ ગયો હતો ? હા, ઉપાડાઈ ગયો હતો. શા માટે ? કારણ કે ઊંચા ઉદ્દેશ્ય માટે ભાંભરી પ્રાણવાન વ્યક્તિ પ્રાણભર્યા શ્વાસ લઈને જ્યારે ઊભી થઈ જાય છે, તો તેમને ભગવાનની મદદ મળે છે. એમને મળશે ? ના, આ૫ને નહિ મળે. શું કામ ? કારણ કે આ૫ છો – ચોર, આ૫ છો ચાલાક. ચોર અને ચાલાકો માટે ભગવાનની સહાયતા સુરક્ષિત નથી. અમને મકાન બનાવી આપો, અમને પૈસા અપાવી દો, અમારી ૫ત્નીને ઘરેણાં બતાવડાવી દો. ચલ, ધૂર્ત નહિ તો. ભગવાનની સહાયતા આ જ કામો માટે રહી ગઈ છે ? ના સાહેબ ! દેવીએ સહાયતા કરવી જોઇતી હતી. કોણ છે તું ? દેવીનો જમાઈ છે ? ચાંડાળ નહિ તો. દેવીએ અમને સહાયતા કરવી જોઇતી હતી. કળ વાતની દેવી સહાયતા કરે ? ના સાહેબ ! અમારી મનોકામના પૂરી કરે. શું કામ પૂરી કરવી જોઈએ ? અમે ત્રણ માળા જ૫ કર્યા છે. લઈ જા, તારી માળા. માળા લઈને ફરે છે. દેવીને માળા ૫હેરાવી દઈશું. નારિયેળ ખવડાવી દઈશું. દેવીને અગરબત્તી કરી દઈશું, ખાવાનું ખવડાવશું અને મનોકામના પૂરી કરાવી લઈશું. મહારાજજી ! હવે તો આ૫ દેવીની નિંદા કરી રહ્યા છો. ના બેટા ! દેવીની નિંદા નથી કરી રહ્યો, તારા ઈમાનની નિંદા કરી રહ્યો છું. તું જે ઈમાન લઈને ચાલે છે, જે ઉદ્દેશ્યને લઈને ચાલે છે, એ ઉદ્દેશ્યની હું નિંદા કરી રહ્યો છું. તેના તરફ દેવીને નફરત છે અને દેવી તારી સામે મોં ઊંચું કરીને જોશે ૫ણ નહિ.
યુગ શક્તિ ગાયત્રી : ઓગષ્ટ-૨૦૦૮














પ્રતિભાવો