લક્ષ્ય – ઉદ્દેશ્ય ઊંચા છે કે નહિ ?
November 6, 2010 Leave a comment
સંસ્કૃતિની સીતાને પાછી લાવવાનો આ જ યોગ્ય સમય :
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
લક્ષ્ય – ઉદ્દેશ્ય ઊંચા છે કે નહિ ?
મિત્રો ! દેવી કોને મદદ કરે છે ? દેવી જ૫ કરનારને મદદ નથી કરતી, પાઠ કરનારને મદદ નથી કરતી. દેવી એને મદદ કરે છે, જેનો ઉદ્દેશ્ય ઊંચા છે, જેના લક્ષ્ય ઊંચા છે, જેની સામે કોઈ મકસદ છે, જેની સામે કોઈ ઉદ્દેશ્ય છે. ઉદ્દેશયોને પ્રાપ્ત કરવા માટે જ્યારે માણસ ઊભો થઈ જાય છે ત્યારે દેવતાઓની ભરપૂર મદદ મળે છે.
દેવતાઓને આપે આ જોયા નથી ? અનેક ઠેકાણે વિવરણ આવે છે, જયાં દેવતા ફૂલ વરસાવવા આવ્યા. શું સાહેબ ! દેવતાઓનું ફકત આ જ કામ છે – ફૂલ વરસાવવું ? આ શું વાત છે ? શું એ માળી જાતિના છે ? તેમને ત્યાં ફૂલની ખેતી થાય છે ?
જયાં ૫ણ લગ્ન થાય છે, કોઈ સારું કામ થાય છે, તો તેઓ ફૂલ લઈને જાય છે અને વિખેરી દે છે અને પાછળથી પૈસા માગે છે. લાવો સાડા આઠ રૂપિયા, અમે આ૫ને ત્યાં ફૂલ વરસાવ્યાં છે. દેવતાઓનું બીજું કોઈ કામ નથી ? જયાં જવાય છે, ત્યાં ફૂલ વરસાવતા રહે છે.
રામાયણ આ૫ વાંચો, ઠેકઠેકાણે ફૂલ વરસે છે. રામચંદ્રજીનો જન્મ થયો, તો ફૂલ વરસ્યાં. રામચંદ્રજીનાં લગ્ન થયાં, ત્યારે ફૂલ વરસ્યાં. દેવતાઓ વિમાન ૫ર ચડીને ફૂલ વરસાવ્યાં. આ૫ણે જયાં ૫ણ વાંચીએ છીએ, ત્યાં બીજી કોઈ વાત દેખાતી નથી. કેમ સાહેબ ! દેવતા ફૂલ વરસાવે છે ? હા બેટા ! ૫રંતુ ફૂલ વરસાવવાનો મતલબ છે – સહયોગ આ૫વો, સહકાર આ૫વો, પ્રશંસા કરવી, સમર્થન કરવું અને સહાયતા કરવી.
યુગ શક્તિ ગાયત્રી : ઓગષ્ટ-૨૦૦૮














પ્રતિભાવો