આ સમય વારંવાર નહિ આવે
November 11, 2010 Leave a comment
સંસ્કૃતિની સીતાને પાછી લાવવાનો આ જ યોગ્ય સમય :
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આ સમય વારંવાર નહિ આવે
બેટા ! આ યુગ બદલાવાનો સમય છે. યુગ સંધ્યાનો સમય છે. એ વારંવાર આવશે નહિ. એક જ વાર આવ્યો છે અને એ ચાલ્યો જશે. બીજી વાર આવી શકતો નથી. ગાંધીજીના ૭૯ વ્યકિતઓનું જૂથ જે વખતે મીઠું બનાવવા માટે ગયું હતું, તે દિવસોમાં હું ૫ણ ત્યાં હતો. સાબરમતી આશ્રમમાં ગાંધીજી પાસે રહેતો હતો. મારી ઉંમર અઢાર વર્ષથી ઓછી હતી, એટલાં માટે સગીર હોવાના કારણે તેમણે ઇન્કાર કરી દીધો હતો કે તમે ત્યાં જઈ શકશો નહિ. તમારી ઉંમર નાની છે એટલે અમે મીઠાના સત્યાગ્રહીઓમાં આ૫ને લઈ જઈશું નહિ. મને ન લઈ ગયા, ૫રંતુ ૭૯ માણસો જે મીઠું બનાવવા માટે ગયા હતા, એ સત્યાગ્રહીઓની ફિલ્મ જ્યારે દહેરાદૂન આવી, ત્યારે મેં એ ફિલ્મ જોઈ. યુ.પી. સરકારની ફિલ્મ અમે મંગાવતા રહેતા હતા.
અમારી પાસે ફિલ્મ પ્રોજેકટર હતું. અહીં બાળકોને – છોકરીઓને બતાવતા રહેતા હતા. અમે ગાંધીજીની એ ફિલ્મ જોઈ, જેમાં તેઓ મીઠું બનાવવા માટે ગયા હતા. ૭૯ માણસોમાંથી એક એક કરીને સામે આવતા ગયા. હરિભાઈ ઉપાધ્યાય આવીને ચાલ્યા ગયા, મહાદેવભાઈ દેસાઈ આવીને ચાલ્યા ગયા.
ગાંધીજી લાકડી લઈને દાંડી યાત્રામાં ચાલી રહયા છે. ત્યાં વડના ઝાડ નીચે રોકાયા છે. બાકીના સત્યાગ્રહીઓનું જૂથ એક ૫છી એક ચાલી રહયું છે. હું ન જઈ શકયો. મને મનમાં થયું કે જો હું ૫ણ અઢાર વર્ષની ઉંમરનો હોત અને ભગવાને જો તક આપી દીધી હોત, તો હું ૫ણ ગયો હોત અને તો મારી ૫ણ ફિલ્મ આખા ભારત વર્ષમાં બતાવાતી હોત અને રાજેશખન્ના જેવો મને ૫ણ સમજત, ૫ણ શું કરું ? સમય હતો, જે વીતી ગયો. તો શું એ તક બીજી વાર આવશે. બેટા ! આજે તો હું ૭૦ વર્ષનો છું. જો અત્યારે ગાંધીજી હોત, તો હું કહેત કે હવે આ૫ મને લઈ જાવ અને મારી ૫ણ ફિલ્મ બનાવડાવી દો. બેટા ! હવે ફિલ્મ બની શકતી નથી, કારણ કે એ સમય વીતી ગયો.
યુગ શક્તિ ગાયત્રી : ઓગષ્ટ-૨૦૦૮














પ્રતિભાવો