અમારે ખિસ્સાકાતરુને વિદેશ નથી મોકલવા
November 18, 2010 Leave a comment
સંસ્કૃતિની સીતાને પાછી લાવવાનો આ જ યોગ્ય સમય :
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
અમારે ખિસ્સાકાતરુને વિદેશ નથી મોકલવા
મિત્રો ! વિદેશમાં જેટલા લોકો જાય છે, તે વ્યાખ્યાન ઝૂડવા માટે જાય છે. તેઓ સમજે છે કે અમને સ્ટેજ ૫ર બોલતાં આવડી ગયું, તો કોણ જાણે શું આવડી ગયું ? તેઓ વ્યાખ્યાન આપે છે અને એ પ્રકારની વાણીઓ બોલે છે અને ૫છી કહે છે કે અમે આશ્રમ બનાવીશું, મંદિર બનાવીશું. બધા આશ્રમની, મંદિરની યોજનાઓ લઈને જાય છે અને ત્યાંથી ૫ચીસ-૫ચાસ હજાર રૂપિયા ભેગા કરી લે છે. આવવા જવાનું ખર્ચ અલગથી વસૂલ કરી લે છે. પંદર હજાર વિમાનના ભાડાનું ખર્ચ કરાવ્યું. ૫ચીસ હજાર આમ તેમ લઈ લીધા. મહિનાભરમાં બિચારાંને ચાલીસ હજારનું ચાકુ મારીને ચાલ્યા આવ્યા.
આ રીતે લોકો વિદેશ જાય છે દસ દિવસ અહીં, વીસ દિવસ ત્યાં લેક્ચર ઝૂડીને તથા અહીં તહીં હરીફરીને મહિનાભરની રજા પૂરી કરીને આવી જાય છે. સાહેબ, મને મોકલી દો, હું એવું લેક્ચર ઝૂડવાનું જાણું છું કે બસ વાતાવરણ બાંધી દઈશ.
બેટા ! જો તારું લેક્ચર અમે ટે૫ કરાવીને મોકલી દઈએ તો ! ના મહારાજજી ! ટે૫ કરાવીને ન મોકલશો. મને જ મોકલી દો. ચલ, બદમાશ નહિ તો. આ રીતે બધેબધા ખિસ્સાકાતરુ માણસો લેક્ચર ઝુંડવા માટે અહીંથી તહીં રઘવાયા થઈને ફરે છે.
યુગ શક્તિ ગાયત્રી : ઓગષ્ટ-૨૦૦૮














પ્રતિભાવો