કાંગોના સંત :
November 19, 2010 Leave a comment
સંસ્કૃતિની સીતાને પાછી લાવવાનો આ જ યોગ્ય સમય :
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
કાંગોના સંત :
મિત્રો ! એકવાર હું કાંગો ગયો. કાંગો એવો દેશ છે, જયાં માણસની ઊંચાઈ ત્રણથી ચાર ફૂટની જ હોય છે. ઘણું ખરું મોટા ભાગે માણસ નગ્ન રહે છે. સ્ત્રીઓ પાંદડાંથી પોતાનું શરીર ઢાંકી લે છે. ખેતીવાડી ? ત્રણ ફૂટનો માણસ ખેતીવાડી શું કરે ? તે નાનાં નાનાં ભાલાં અને નાની નાની લાકડીઓ લઈને ફરે છે. તેનાથી જ બેચાર દેડકાં મારી લે છે. ઉંદર, ચકલીને જાળમાં ફસાવી લે છે અને શેકી-ભૂંજીને ખાઈ લે છે.
હરતાં ફરતાં રહે છે. આ ગરીબોની પાસે નથી પૈસા, નથી દાન-દક્ષિણાનું સાધન. તેમની વચ્ચે સ્વિટ્ઝરલેન્ડનો એક પાદરી ચાલીસ વર્ષથી કામ કરી રહ્યો હતો. તે ત્યાં તંબુ તાણીને ૫ડયો હતો. તેણે તે લોકોને કહ્યું કે ઈસુ એક ભટકી ગયેલી, ભૂલી ૫ડેલી બકરીને ખભે મૂકીને લાવ્યા હતા, તો આ આ ભૂલી ગયેલા લોકો, ૫છાત લોકો છે, જેની હું સેવા કરવા આવ્યો છું. હવે હું અહીં જ રહીશ. તે ત્યાં જ રહેવા લાગ્યો. એ લોકો પાસે નહોતી પોસ્ટ ઑફિસની વ્યવસ્થા, નહોતો રસ્તાઓ, નહોતું સિનેમાં, નહોતો કોઈ આનંદ, ન આવવા-જવાનાં સાધનો ન કોઈ સવારી-કંઈ જ નહોતું.
જંગલમાં રહેતા હતા. ક્યારેક વહાણો આવતાં હતાં તો ત્યાં કોઈક ચીજ વસ્તુઓ છોડીને ચાલ્યાં જતાં હતાં. વિદેશોમાંથી જ્યારે કોઈ વહાણો આવતાં હતાં, તો હજામત કરવાની બ્લેડ, ચાનાં પેકેટ વગેરે ખ્રિસ્તી મિશન તેમને મોકલી દેતા હતા. ત્યાંથી જ સિવાયેલું ક૫ડું આવી ગયું. આ રીતે જે કાંઈ આવી ગયું. તેનાથી ગુજરાન ચલાવી લીધું. આ રીતે ચાલીસ વર્ષથી તેઓ ત્યાં રહેતા હતા.














પ્રતિભાવો