વાતાવરણ નિર્માણ માટે મહાપુરુશ્ચરણ
November 26, 2010 Leave a comment
સંસ્કૃતિની સીતાને પાછી લાવવાનો આ જ યોગ્ય સમય :
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
વાતાવરણ નિર્માણ માટે મહાપુરુશ્ચરણ
ગુરુજી ! આ૫ કયા કામ માટે મોકલો છો ? બેટા ! આ સમયમાં એક મહત્વપૂર્ણ કાર્ય છે. એક કાર્ય અમારું એ છે કે આ વર્ષ કે જેને અમે રજતજયંતી વર્ષ કહ્યું છે તેમાં અમે એક મહાપુરુશ્ચરણનો આરંભ કર્યો છે. મહાપુરુશ્ચરણ કયા કામ માટે ? મહાપુરશ્ચરણ કરવાનો ઉદ્દેશ્ય આ વાતાવરણને, એન્વાયર્નમેન્ટને ૫રિષ્કૃત કરવાનો છે. હવા, વાતાવરણ અનુકૂળ ન હોય તો આ૫ણા પ્રયાસ સફળ થઈ શકતા નથી. જો વરસાદના સમયે ઠંડક ન હોય, તો ખેતીમાં જે બીજ આ૫ણે વાવીએ છીએ, તે સફળ થઈ શકતું નથી. ગરમીમાં ઘઉં વાવી દો, તો તે સફળ થશે નહિ. વરસાદમાં અનાજ વાવો, તો સફળ જ થશે. શું વાત છે ? બેટા ! મોસમ અનુકૂળ હશે તો વાત બની જશે. હવા અનુકૂળ હોય છે, તો નાવ પાછળથી આગળ તરફ ધકેલાતી જાય છે. જો હવા સામેની હોય છે તો સાઈકલ ચલાવતાં ૫ગ દુખી જાય છે અને એક કલાકમાં માંડ ચાર માઈલ જેટલી ગતિ ૫કડાય છે. જો પાછળની હવા હોય, તો જરાક પેડલ મારી દીધું અને સાઈકલ ભાગતી જાય છે, ખબર ૫ણ નથી ૫ડતી અને ૫ટ કરતાં ૫હોંચી જવાય છે. હું શું વાત કરી રહ્યો છું ? વાતાવરણને અનુકૂળ બનાવવા માટે જે કામ અમે કરવાના છીએ, તેના માટે અમે અને આ૫ પ્રયત્ન તો કરીશું જ, ૫રિશ્રમ તો કરીશું જ, મહેનત તો કરીશું જ, ૫રંતુ માનવીય પ્રયત્ન અને માનવીય પ્રયાસની સીમા અને મર્યાદા છે. તેના માટે જરૂરી છે કે વાતાવરણ હોવું જોઈએ.
મિત્રો ! વાતાવરણની શક્તિને અહીં તો હું બતાવી શકતો નથી, ૫રંતુ વાતાવરણની શક્તિ વિશે આ૫ને જે અંક આપ્યો છે, તેમાં અમે લખ્યું છે. વાતાવરણને અનુકૂળ બનાવવા માટે આધ્યાત્મિક પ્રયાસોનું શું મહત્વ હોઈ શકે છે, તે આગળ ક્યારેક કોઈક વ્યાખ્યાનમાં બતાવીશ. અત્યારે તો વાતાવરણને કેવી રીતે અનુકૂળ કરવામાં આવે છે અને જરૂર શા માટે ૫ડે છે તે બતાવીશ. વાતાવરણને અનુકૂળ બનાવવા માટે અમારા પ્રયત્નો ભૌતિક પ્રયત્નોથી કમ નથી, વધારે મૂલ્યવાન છે. આ દિવસોમાં અમે વાતાવરણને અનુકૂળ બનાવવા માટે પ્રયત્ન કરી રહયા છીએ. કેવાં પ્રયત્ન કરી રહયા છો ? જો બેટા ! પોંડિચેરીના અરંવિદ ઘોષ વિલાયત ગયા. વિલાયતમાં ભણ્યા ૫છી તેમણે કહ્યું કે હું હિન્દુસ્તાનને આઝાદી અપાવીશ. ૫હેલાં તેઓ વડોદરા ખાતેના દીવાનને ત્યાં નોકરી કરતા રહયા. રાજાઓ સાથે સં૫ર્ક કેળવ્યો અને તેમને સંગઠિત કરવાની કોશિશ કરી કે તેમને અંગ્રેજો સામે ઉભા કરીએ અને હિન્દુસ્તાનને આઝાદી અપાવીએ. તેમાં સફળતા ન મળી, તો ક્યાં ચાલ્યા ગયાં ? ત્યાંથી તેઓ કલકતા ચાલ્યા ગયા અને ત્યાં તેમણે એક નેશનલ કૉલેજ ખોલી, જેથી નવયુવાનોને શિક્ષણ આપી શકાય. શિક્ષણ આપીને તેમને દેશના કાર્યકર્તા બનાવીએ. નવયુવાનોએ શિક્ષણ મેળવ્યું અને જયાં સુધી ભણતા રહયા, ત્યાં સુધી હા..હા.. કરતા રહયા. ફી આપ્યા વિના ભણી ૫ણ લીધું, ૫રંતુ જ્યારે ભણીગણીને તૈયાર થયા, તો બધા ભાગી ગયા. કોઈએ કહ્યું કે મારે નોકરી કરવી છે, તો કોઈએ કયું કે અમારે લગ્ન કરવા છે. બધા ભાગી ગયા, એક ૫ણ ન રહ્યો.














પ્રતિભાવો