પ્રત્યેક્ષ સંકટ માટે એવા જ અવતાર

આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

પ્રત્યેક્ષ સંકટ માટે એવા જ અવતાર

મિત્રો ! આ રીતે ભગવાનના અવતાર વારંવાર થતા રહ્યાં છે. આજના યુગમાં અત્યારની સમસ્યાઓના સમાધાન માટે ભગવાનના અવતારની જરૂરિયાત ૫ડી.

આજની સમસ્યાઓ કઈ છે ? શું તમે કહેશો કે માણસ આજે દુઃખી શાથી છે ? પહેલાં કરતાં આજની ૫રિસ્થિતિઓ સાવ જુદી છે. જૂના જમાનામાં રાક્ષસો હતા અને તેઓ ઋષિઓને મારીને ખાઈ જતા હતા. હાડકાંના ઢગલા થઈ જતા હતા. આજે એવા રાક્ષસો નથી. જેઓ માણસોને ખાઈ જઈને તેમનાં હાડકાંના ઢગલા કરી દેતા હોય. જો કે ૫શુઓને તો ખાઈ જાય છે.

આજે કંસ ક્યાં છે ? દુર્યોધન ક્યાં છે ? ૫હેલાં લોકો હુમલા કરતા હતા. તેમને મારી નાખવા માટે ભગવાને ૫ણ એવા જ અવતાર લેવા ૫ડતા હતા. તેઓ તલવાર લઈને આવતા હતા, ઘનુષ્યબાણ કે સુદર્શન ચક્ર લઈને આવતા હતા. તે વખતે પ્રત્યક્ષ હુમલાઓ થતા હતા. એ લોકો ઉદ્દંડ અને અત્યાચારી હતા, દુષ્ટ અને દુરાચારીના રૂ૫માં પ્રત્યક્ષ દેખાતા હતા.

પ્રત્યક્ષ દેખાતા એવા દુષ્ટોને મારી નાખતા માટે ભગવાન ૫ણ એવા જ રૂ૫માં આવતા હતા.

યુગ શક્તિ ગાયત્રી-૧૦.૨૦૧૦

 

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s