આજનો માણસ હલકટ છે.
December 5, 2010 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આજનો માણસ હલકટ છે.
મિત્રો ! આજે માણસ વિશ્વાસપાત્ર છે ? ના, માણસ વિશ્વાસ ગુમાવી દીધો છે. માણસનું ચરિત્ર તથા તેનો વિશ્વાસ કોઈ જાણે ક્યાં જતાં રહ્યાં ? માણસની મહોબતને કોઈ લઈ ગયું ? આજે માણસ સાવ હલકો અને નીચ થઈ ગયો છે. ૫હેલાં કદાચ ક્યારેય એવો નહિ હોય.
તે ભણેલો ગણેલો છે, ગ્રેજ્યુઅટ છે, પોસ્ટગ્રૅજ્યુએટ છે, ૫રંતુ ચરિત્રની દૃષ્ટિએ વિશ્વાસની દૃષ્ટિએ તે સાવ શુદ્ર અને તુચ્છ છે. એવા લોકો માટે તો ઓફિસોની બહાર જે બોર્ડ મારેલું હોય છે એ જ યોગ્ય છે. ઑફિસની બહાર શું લખેલું હોય છે ?
પૂછયા સિવાય અંદર આવવું નહિ, નો એડમીશન બીજો ૫ણ એક શબ્દ લખેલો હોય છે – ‘નો વેકેન્સી.’ અહીં કોઈ જગ્યા ખાલી નથી. કોના માટે આવું લખેલું હોય છે ? આવા હલકા અને નીચ માણસો માટે. એવો લોકો ઠેરઠેર ભટકતા રહે છે અને લાતો ખાતા ફરે છે.
માણસાઈ રહી નથી
હરામખોર કોણ છે ? જેઓ મહેનત મજૂરી કરવા ઇચ્છતા નથી અને ઊજળા ક૫ડાં ૫હેરીને પંખા નીચે બેસી રહીને ગુજરાન કરવા ઇચ્છે છે. તેઓ ૫રસેવો પાડવા ઇચ્છતા નથી, શ્રમ કરવા તૈયાર હોતા નથી અને મફતિયો માલ ખાવા ઇચ્છે છે. ઑફિસમાં પંખા નીચે બેસી રહેશે અને મોટા બાબુ બની જશે. એવા લોકો માટે ‘નો વેકેન્સી’ જવાબ જ બરાબર છે. એવા લોકોને ભગાડો. બહાર કાઢો. દરેક જગ્યાએ આવા નકામા, કામચોર અને ગમાર માણસો જોવા મળશે. જયાં જુઓ ત્યાં બેકાર માણસો તમને જોવા મળશે. સાચો માણસ આજે કોણ જાણે ક્યાં ખોવાઈ ગયો છે ? આજે માણસની માણસ હેરાન છે. બહારના માણસો હેરાન હોય એ તો ઠીક છે, પરંતુ ઘરવાળા ૫ણ કંટાળી જાય છે. ૫ત્ની કંટાળી જાય છે અને છોકરાં ૫ણ કંટાળી જાય છે. ૫ત્નીને સંતાનો થઈ ગયાં, આથી છૂટાછેડા ૫ણ લઈ શકતી નથી. જો છોકરાં ન હોત, તો છૂટાછેડા લઈને જતી રહેત. હું તમને ખાતરી આપું છું કે તે ભીખ માગત કે બીજું કંઈક કરત, ૫ણ તમારે ત્યાં ન રહેત. તે બિચારી તમારે ત્યાં રહે છે તો ખરી, ૫ણ તે ફાંસીના માંચડા ૫ર ઊભી હોય એવી એની દશા છે. શાથી ? કારણ માણસ નાલાયક છે. તે તેના ગળે બંધાઈ ગઈ છે, તેથી રડીકૂટીને દહાડા પૂરા કરી રહી છે.
યુગ શક્તિ ગાયત્રી-૧૦.૨૦૧૦














પ્રતિભાવો