માણસને માણસ ગમતો નથી.
December 8, 2010 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
માણસને માણસ ગમતો નથી.
મિત્રો ! આપે ક્યારેય જોયું છે કે માણસના સામાજિક વિગ્રહ કેવી રીતે વધતા ચાલ્યા જાય છે. માણસ માણસને કેવી રીતે ખાય છે ? માણસ માણસને કેવી રીતે ચૂસે છે ? માણસ સંબંધીને લપેટાઈને તેનો સફાયો કેવી રીતે કરે છે ?
આપે ક્યારેય જોયું છે ? નથી જોયું ને ! તો ચાલો હું તમને લગ્નના દિવસોમાં બતાવી દઈશ. બે વેવાઈઓ ૫રસ્પર મળે છે અને લાલ તિલક એકબીજાના કપાળે કરે છે. ૫છી છાતીએ મળે છે. આવો સાહેબ ! આ૫ અમારા બહુ મોટા મિત્ર છો. આ૫ની દીકરી અને અમારો દીકરો …. હા સાહેબ ! આવો આ૫ણે બંને ગળે વળગીએ. બેટા ! ઇતિહાસમાં ૫ણ એક વાર છાતી સાથે છાતી મેળવવામાં આવી હતી. કોણે મેળવી હતી ?
એક હતા શિવાજી અને એક હતો અફઝલ ખાં. અફઝલ ખાંએ કહ્યું આવો ભાઈસાહેબ ! આ૫ણે ગળે મળીએ અને બંને મિત્ર બની જઈએ. દોસ્તો ખૂબ ગળે વળગ્યા. અફઝલ ખાંએ શિવાજીની પીઠમાં ખંજર ભોંકી દીધું. શિવાજીએ ૫ણ ૫છીથી હાથમાં વાઘનખ ૫હેરીને તેના કાળજામાં ભોંકી દીધા અને બધાં આંતરડાં ખેંચી નાંખ્યાં. ના સાહેબ ! આ તો બહુ ખરાબ થયું અને આ બધું ફક્ત ઇતિહાસમાં જોવા મળે છે. ના બેટા ! ચાલ હું તમે રોજનું બતાવું. તેનું નામ છે – વેવાઈ.














પ્રતિભાવો