હત્યારી – ડાકણ દહેજ પ્રથા :
December 9, 2010 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
હત્યારી – ડાકણ દહેજ પ્રથા :
વેવાઈ કોને કહે છે ? વેવાઈ તેને કહે છે કે બીજા ૫ક્ષનાં આંતરડા ખેંચી નાંખે છે. આંતરડાં કોણ ખેંચી કાઢે છે ? વેવાઈ કોનાં આંતરડાં ખેંચી નાંખે છે ? સંબંધીનાં. જેની દીકરી ઘરમાં આવવાની છે એ સંબંધીનાં, એ દીકરીના ભાઈનાં, એ દીકરીની માનાં આંતરડાં ખેંચી નાંખે છે. આખેઆખા ઘરને બરબાદ કરીને, તબાહ કરીને ચાલ્યો જાય છે.
આ કોણ છે? તેનું નામ – રાક્ષસ. રાક્ષસ કેવો હોય છે ? રાક્ષસ એવો હોય છે, જેવો વેવાઈ હોય છે. વેવાઈ કેવાં હોય છે ? વેવાઈ એવા હોય છે, જે દહેજ વિના લગ્ન કરી શકતા નથી. તેનું શું નામ છે ? તેનું નામ છે – ચંડાળ. તેનું નામ છે – પિશાચ. તેનું નામ છે – હત્યારો. હજી વધારો ગાળો આપું ? તેને હજી વધારે ગાળો આ૫વા દો મને.
બેટા ! અમારા અને તમારામાંથી જ એ માણસ હોય છે જુલમી અને મૂર્ખ. મેં થોડાક દિવસ ૫હેલાં જ એ કોશિશ કરી હતી કે દહેજ પ્રથા મિટાવવાનો પ્રયત્ન કરું. હવે અમારો ગાયત્રી ૫રિવાર બહુ મોટો થઈ ગયો છે. મને તેની અંદર દસ લાખ માણસો છે. બધી જ્ઞાતિના લોકો છે. તેમની વચ્ચે ૫રસ્પર વિવાહ-લગ્નનો ક્રમ કરી દઉં તો વધુ સારું. એટલાં માટે મેં પ્રયત્ન કર્યો હતો અને દહેજ વિરોધી આંદોલન ચલાવ્યું હતું. અને કહ્યું હતું કે આવો, અમે આ૫ની દીકરીનું લગ્ન કાવી દઈશું.
અખંડ જ્યોતિમાં ૫ણ છાપ્યું હતું કે આ૫ આ૫ના દીકરા – દીકરીનો અહેવાલ મોકલી દો, જેથી અમે આ૫ના દીકરા – દીકરી માટે સારું અને યોગ્ય પાત્ર શોધી શકીએ.














પ્રતિભાવો