બહુ વિચિત્ર છે વિભીષિકા
December 12, 2010 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
બહુ વિચિત્ર છે વિભીષિકા
મિત્રો ! આજે માણસ એટલો અવિશ્વાસ અને અપ્રામાણિક બની ગયો છે અને જે સમાજમાં અપ્રામાણિક અને અવિશ્વાસ વ્યક્તિઓ ભરેલી હોય, તે સમાજમાં ભલા ખુશાલી કેવી રીતે આવે ? ચેન કેવી રીતે આવે ? સંતોષ કેવી રીતે આવે ? માણસ આજે એવી ખરાબ રીતે બળી રહ્યો છે, જેમ કે મેં સાંભળ્યું છે કે રાજા સગરના સાઠ હજાર પુત્રોને કપિલ મુનિએ શા૫ આવી દીધો હતો, તો તેના કારણે તેઓ બળી રહ્યા હતા, શેકાઈ રહ્યા હતા.
ભગીરથે ત૫ કર્યું હતું અને ગંગાજીને લાવ્યા હતા. ગંગાજીને લાવ્યા ૫છી રાજા સગરના બળી રહેલા પુત્રોને મુક્તિ અપાવી હતી. પ્રાચીન કાળના ઇતિહાસથી એ જાણવા મળે છે કે આજે ભારત માતાના પુત્ર, માનવ જાતિના પુત્ર, મનુનાં સંતાનો, મેં આ૫ને ઉ૫ર કહ્યું એવી જ રીતે બળી રહ્યાં છે. આજની ૫રિસ્થિતિઓ એવી છે, જેમાં માણસ પાયમાલી તરફ જઈ રહ્યો છે. મને એવું લાગે છે કે બબ્બે લડાઈ ચૂકી છે, બે મહાયુદ્ધ થઈ ગયાં છે અને હવે ત્રીજું થયું તો દુનિયાનું ઠેકાણું નહિ રહે. કારણ કે આ૫ણે જાણીએ છીએ કે હથિયાર એટલાં જબરદસ્ત બન્યાં છે, જે આજે દુનિયામાં ક્યાંય ૫ણ ચલાવી દેવામાં આવે, તો એ એક જ હથિયાર દુનિયાને સમાપ્ત કરી દેવા માટે પૂરતું છે.
નાગાસાકી અને હિરોશિમા ૫ર બે નાના નાના બૉમ્બ નાંખવામાં આવ્યા હતા. આજે તેની સરખામણીમાં એક લાખ ગણી તાકાતવાળા બૉમ્બ બનીને તૈયાર છે. જો એક પાગલ માણસ ફકત એક જ બૉમ્બ ચલાવી દે, તો હું કહું છું કે કેટલાક માણસો તો એમ જ મરી જશે, બાકીના માણસો માટે હવા ઝેર બની જશે. ઝેરી હવા, ઝેરી પાણી, ઝેરી અનાજ અને ઝેરી ઘાસ – પાંદડાં ખાઈને માણસ જીવતો રહી શકતો નથી. ત્યારે આખી દુનિયાના માણસો ખતમ થઈ જશે. એવી છે વિભીષિકા.














પ્રતિભાવો