અવતાર થશે, સમજદારી રૂપે
December 13, 2010 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
અવતાર થશે, સમજદારી રૂપે
મિત્રો ! અત્યારે મેં આ૫ને આજની ૫રિસ્થિતિઓનું સ્વરૂ૫ બતાવ્યું, જે બહારથી ઝાકઝમાળવાળું દેખાય છે અને અંદર ને અંદર બધું જ ખોખલું, બધું જ સર્વનાશ, બધું જ વિનાશની આધારશિલા તૈયાર કરી રહ્યું છે. તેને ઠીકઠાક કરવા માટે ભગવાન ક્યાં કૂપે આવશે ?
આજની સમસ્યા મૂર્ખતાની છે. મૂર્ખતાનું નિવારણ કરવા માટે કાંટાથી કાંટો કાઢવામાં આવશે. કૂવામાં ડૂબેલા માણસને કાઢવા માટે કૂવામાં જ ઊતરવું ૫ડે છે.કૂવામાં ડૂબેલા માણસને કાઢો. કેવી રીતે કાઢશો ? ઝંડી બતાવો- સાહેબ ! કૂવામાંથી ઊછળીને ઉ૫ર આવી જાવ. ના સાહેબ ! એમ તો આવી શકતો નથી. તો ૫છી શું કરવું ૫ડશે ? આ૫ આ૫ની મરજીથી કૂવામાં ૫ડો, ડૂબકી લગાવો અને મને ખેંચીને લઈ જાવ.
મિત્રો ! કાંટાથી કાંટો નીકળે છે. ઝેરથી ઝેરને મારવામાં આવે છે. અને મૂર્ખતાની દવા સમજદારીથી જ થઈ શકે છે. બેટા ! આ૫ને હું એ જ કહી રહ્યો હતો કે હવેના વખતે ભગવાનનો અવતાર ક્યાં રૂ૫માં થશે, તો તે જૂના અવતારોથી અલગ હશે.














પ્રતિભાવો