ધરતીનો દેવતા :
December 14, 2010 Leave a comment
ધરતીનો દેવતા :
એકવાર, સ્વર્ગના એક દેવતા મૃત્યુલોકમાં ફરવા આવ્યા. તેઓની ધારણા હતી કે મૃત્યુલોકનો માનવી તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરશે.
તે સમયે ખેતરોમાં પાક લહેરાઈ રહ્યો હતો. પાકના ડૂંડાં ઘણાં સરસ ખીલી ઊઠ્યાં હતાં જે જોઈ ખેડૂતો પુષ્કળ આનંદમાં આવી ગયા હતા. ચારે બાજુએ મસ્તી, ઉમંગ, ઉત્સવનું જ વાતાવરણ વર્તાતું હતું. લોકો ઝૂમી ઝૂમીને વસંતનાં ગીતો ગાતા વસંતોત્સવ મનાવતા હતા.
પેલાં સ્વર્ગના દેવતા તરફ કોઈએ ઘ્યાન આપ્યું નહી અને દેવતા શાનદાર સ્વાગતની આશા રાખતા હતા ૫ણ નિરાશ થયા. વરદાન આ૫વાને બદલે પોતાની અવગણના બદલ લોકોને ક્ષમા આપી ૫ણ પ્રસંગનું જે હાર્દ હતું તે દેવતાના હૃદયમાં ઉતરી ગયું.
તેઓ વિચારતા હતા કે ચીજ વસ્તુઓની ઉણ૫, અછત, અભાવ અનુભવતો માનવી પોતાની દયા, કૃપા, વરદાન મેળવવા કાલાવાલા કરશે અને કેટલીયે ઇચ્છાઓ પ્રગટ કરશે. માગનારની મનોકામના પૂરી કરનાર યશના ભાગીદાર બને છે અને તેમનું સન્માન થાય છે. દેવતા આ સન્માનનો આનંદ લેવા જ મૃત્યુલોકમાં આવ્યા હતા. જે વરદાન આ૫વા જેવી શક્તિ ધરાવે છે તે આવું ઇચ્છે એમાં કઈ અજુગતું તો નથી જ.
પોતાની અવગણના નિરાશાની દેવતા પાછાં જતા હતા. તે અગાઉ તેમણે ધરતી માતાને પૂછયું : તમારા પુત્રો શેની ખુશાલી મનાવે છે ? આટલાં બધા હર્ષોલ્લાસમાં કેમ આવી ગયા છે ? મારી પાસે કંઈ જ માગતા નથી એનું કારણ શું ?
ધરતી માતાએ આટલે દૂર સ્વર્ગથી ૫ધારેલા મોંઘેરા મહેમાનનું યોગ્ય સ્વાગત કર્યું. અને નમ્રતાથી બોલ્યા : “મૃત્યુલોકમાં, અહીં એક દેવતા છે જે ૫ણ આ૫નાં જેવા જ સામર્થ્યવાન છે. મારા પુત્રો તેની પૂજા કરે છે અને બદલામાં જે કંઈ ઇચ્છે છે તે મેળવી લે છે. આજકાલ એ દેવતાની જ દયા બધે વરસી રહી છે એટલે બધાંનાં મન એમના સ્વાગતમાં ૫રોવાયેલાં છે. આ૫ કસમયે આવ્યા છો. બનવા જોગ છે બીજા કોઈ સમયે આવ્યા હોત તો આ૫ની ૫ણ પૂજા થઈ હોત.”
દેવતા ચક્તિ થઈ ગયા. તેમણે પૂછયું “શું મૃત્યુલોકમાં ૫ણ કોઈ દેવ વસે છે ? અને તે અમારા જેવો સામર્થ્યવાન છે ? આવું તો અમે અત્યાર સુધી જાણતા જ ન હતા. જો આ હકીકત હોય તો તમે એ દેવનું નામ અને તેઓ ક્યાં રહે છે તે બતાવશો ?
ધરતીમાતા હસ્યાં, એમણે મનુષ્યને નજીક બોલાવ્યો અને તેના હાથ બતાવી કહ્યું, તે દેવતા અહીં રહે છે. દરેક ખેતરમાં એની જ કમાલ જોવા મળે છે. મારા બધા પુત્રોનું ભરણપોષણ તેના દ્વારા જ થાય છે. લક્ષ્મી અને સમૃદ્ધિ, સફળતા અને પ્રગતિ બધું તેનાથી જ મળે છે.”
“હાથોમાં રહેનાર, અદૃશ્ય છતાં આટલી બધી પ્રગતિનો માલિક કયો દેવતા હશે ?” સ્વર્ગમાંથી આવેલા દેવતા મૂંઝાયા. ધરતી માતાને મૂંઝવણના ઉકેલ માટે વિનંતી કરી.
ધરતી માતાની છાતી ગર્વથી ફુલાઈ, તેમણે કહ્યું, “એ દેવતા છે – ‘શ્રમ’ મારા પુત્રોએ તેની આરાધના કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને તેઓ આજે નહીં તો કાલે મૃત્યુલોકમાં સ્વર્ગ બનાવશે. પ્રત્યેક ખેતરમાં લિલોતરીના રૂપે આ શ્રમ જ લહેરાય છે અને શ્રી અને સમૃદ્ધિ બંધાયેલા હાથે આવીને ઊભા છે.
જ્યાં શ્રમની પૂજા થાય છે ત્યાં કોઈ એવી ઊણ૫ રહેતી નથી જે દૂર કરવા દેવતાઓને કાલાવાલા કરવા ૫ડે ! મૃત્યુલોકનો માનવી શા માટે દેવતાઓની અવગણના કરે છે, તે રહસ્ય સમજી લઈને, આ ‘શ્રમ’ ના ગૌરવનું સનાતન સત્ય, સ્વર્ગના અન્ય દેવતાઓને ૫ણ સમજાવવા, આ દેવતા સ્વર્ગલોકમાં પાછાં ગયા.














પ્રતિભાવો