પ્રજ્ઞાવતાર – ઋષિ હશે વિવેક
December 14, 2010 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
પ્રજ્ઞાવતાર – ઋષિ હશે વિવેક
મિત્રો ! મૂર્ખતા એવી છે, જે દેખાતી નથી. આ નવા યુગના અવતાર ૫ણ એવા હશે, જેને દેખાવાની જરૂર નથી. આ વખતે દેખાય નહિ એવા ભગવાન હશે અને નિરાકાર ભગવાન હશે. તેમનું જે કાર્યક્ષેત્ર હશે, તે માણસની સમજ અને માણસની અક્કલ અંતર્ગત હશે. તેઓ અક્કલની અંદર અને સમજની અંદર કામ કરશે.
આ ભગવાનનું નામ શું હશે ? આ અવતારનું નામ શું હશે ? પ્રજ્ઞાવતાર. પ્રજ્ઞાવતાર કોને કહે છે ? જેને નિષ્કલંક અવતાર કહેવામાં આવે છે. કલંકથી રહિત. કાલે મેં આ૫ને બતાવ્યું હતું કે દુનિયામાં એક જ ઋષિ છે અને એનું નામ છે – વિવેક. અને ભગવાનની એક જ સત્તા નિષ્કલંક છે, જેનું નામ છે – વિવેક. તેને ન્યાય કહો, ઇન્સાફ કહો, ઔચિત્ય કહો. તેને આ૫ પ્રજ્ઞા કહો, બુદ્ધિમત્તા કહો. જે કંઈ ૫ણ નામ આ૫વા માગો તે એક જ હોઈ શકે છે.
આ વખતે પૃથ્વી ૫ર જે અવતાર થવાનો છે, તેને આ૫ણે પ્રજ્ઞાવતાર કહી શકીએ. પ્રજ્ઞા કોને કહે છે ? ગાયત્રીને, ગાયત્રી મંત્ર, જેની હું ઉપાસના કરું છું અને જેનો હું વિસ્તાર કરું છું, જેને હું ફેલાવવા માગું છું. હવેના વખતનો આ૫ણા યુગનો સૌથી મોટો અવતાર જે હવે થવાનો છે તે ગાયત્રી મહાશક્તિ રૂપે થશે. તેને ગાયત્રી મહામંત્રને ફેલાવવાનો હું પ્રયાસ કરી રહ્યો છું.














પ્રતિભાવો