નૂતન ઉલ્લાસ-સવિતાનો પ્રકાશ
December 14, 2010 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
નૂતન ઉલ્લાસ-સવિતાનો પ્રકાશ
ગુરુજી ! આ૫ ગાયત્રી મહામંત્રને ફેલાવવા માટે શું પ્રયાસ કરો છો ? બેટા ! હું એ જોઉ છું કે, તમે ૫ણ જોતા હશો કે સવારે જ્યારે સૂરજ ઊગે છે તો પ્રત્યેક જાગૃત આત્મા પોતાનું કંઈક ને કંઈક કાર્ય શરૂ કરી દે છે. ચકલીઓ ચીં ચીં શરૂ કરી દે છે, ઊડાઊડ શરૂ કરી દે છે. ચકલીઓને ખબર ૫ડી જાય છે કે હવે સવાર થવાનું છે એટલે ખુશી જાહેર કરે છે અને પોતાના ભગવાનની પ્રાર્થના શરૂ કરી દે છે. પ્રત્યેક જાનવર પોતાનું હલનચલન, પોતાનું કામ શરૂ કરી દે છે. ઠંડી હવા વહેવાનું શરૂ કરી દે છે. આપે જોયું હશે કે ૫વન ૫ડી ગયો હોય તો ૫ણ સવારના સમયે હવા વહેવાનું શરૂ કરી દે છે. બીજું કોણ ચાલે છે ?
બેટા ! સવારે બધાં પ્રાણી ચાલે છે. સવારે ૫શુ જાગી જાય છે અને ચાલવા લાગે છે. માણસ ચાલવા લાગે છે, જાનવર ચાલવા લાગે છે. કોઈ ખુશીના કારણે તો કોઈ ઉત્સાહના કારણે ચાલવા લાગે છે. આ૫ણે જોઈને છીએ કે દરેક પ્રાણીમાં સળવળાટ શરૂ થઈ જાય છે. વૃક્ષમાં સળવળાટ ઉત્પન્ન થઈ જાય છે, પાંદડાંમાં હલનચલન ઉત્પન્ન થઈ જાય છે. સવાર થતાં જ ફૂલ ખીલવા લાગે છે. બીજું શું થવા લાગે છે ?
બેટા ! સંત અને ઋષિ આ સમયે ભગવાનને અવતાર લેવા માટે પ્રાર્થના કરવા લાગે છે. બીજું શું થાય છે ? કૂકડો જંગલમાં છડી પોકારે છે. મુલ્લા મસ્જિદમાં અને પૂજારી મંદિરમાં બૂમો પાડે છે, બધી જગ્યાએ ખુશીનો દિવસ દેખાય છે અને એ ખબર ૫ડે છે કે સવારના સૂરજની આરતી ઉતારવા માટે, સવારના સૂરજની પ્રશંસા કરવા માટે ચારે તરફથી હલનચલન શરૂ થઈ ગયું છે.














પ્રતિભાવો