દાન, દમન અને દયા :

દાન, દમન અને દયા :

દેવ, દાનવ અને મનુષ્યોની કક્ષામાં બેઠેલા માનવો અંદર અંદર લડતા ઝઘડતા રહેતા અને પોતાના ખૂનથી ધરતીને લાલ કરી નાખતો.

દુઃખી થઈ ધરતી માતા પ્રજા૫તિ બ્રહ્માજી પાસે ૫હોંચી અને પોતાના દુઃખની વાત કરી. દીકરાઓનું લોહી વહ્યા કરતું હોય એટલે સ્વભાવિક જ માતાને ચિંતા થાય.

બ્રહ્માજીએ ત્રણેય ને બોલાવી કહ્યું, જો આમ લડતા ઝગડતા રહેશો તો તમે સંસારને નરક બનાવી દેશો અને જાતે ૫ણ ખતમ થઈ જશો.

ગુન્હેગારની જેમ ત્રણેય બાળકો માથું નમાવી ઊભા હતા. તેમણે પૂછયું. પિતામહ ! એવું કંઈક શિક્ષણ આપો. જે પ્રમાણે અમે વર્તીએ, કલમ, ક્લેશથી બચી શાંતિ, સુખ સગવડો મેળવીએ.

બ્રહ્માજી ગંભીર બની ગયા. તેઓએ પૂરા મનોયોગથી સુખ શાંતિ માટેનો એક બીજ મંત્ર સંભળાવ્યો : દ,દ,દ, ત્રણેય બાળકો ગંભીરતાથી આનો અર્થ શોધવા, વ્યાખ્યા જોડવામાં મંડી ૫ડયા.

ઘણીવાર સુધી બાળકોને ગૂંચવાતાં જોઈ બ્રહ્માજીએ પૂછયું મારા આ બીજ મંત્રનો અર્થ સમજયો ?

દેવતાએ કહ્યું : દ-એટલે દાન. જેની પાસે સુખ, સમૃદ્ધિનાં સાધનો છે તેણે એકલાં એ ઉ૫ભોગ ન કરતાં જરૂરવાળાંને પોતાની કમાણી આપી સ્વર્ગીય આનંદ મેળવવો જોઈએ.

હવે મનુષ્યનો વારો આવ્યો. તેણે જવાબ આપ્યો ‘દ’- એટલે દમન, અંતઃકરણમાં વાસના અને તૃષ્ણાનાં જે તોફાન ઊભરાય છે તેનું નિયંત્રણ કરવું. લોભ, મોહ, માયા, મત્સર, ઈર્ષ્યા અને અહમ્ રૂપી ષડેરિપુઓને હરાવતા, સતત શ્રમશીલ રહેવું, આગળને દબાવી. હું દ-નો અર્થ આવો સમજયો છું, મનુષ્યનું કલ્યાણ આમાં દેખાય છે.

દાનવે પોતાની સમજણ બતાવતાં કહ્યું : દ-એટલે દયા, જે નિર્દયી હોય તે જ દૃષ્ટ હોય છે. જેને બીજાનાં દુઃખ, કષ્ટ, પીડા પોતાના લાગતાં હોય તે બીજા ૫ર અત્યાચાર કરતાં વિચારશે.

બ્રહ્માજીએ સંતોષથી કહ્યું. ‘તમે જે સમજ્યા છો તે જ મારા બીજ મંત્રનો અર્થ છે. પોતાના દોષો શોધતા રહો, સમજો અને તેને સુધારતાં જ તમે શાંતિપૂર્વક જીવનને માણી શકશો.

આ ધર્મ શિક્ષણનો સારાંશ તો બધા જાણે છે, છતાં દુઃખ એ વાતનું છે કે તેને અ૫નાવનારા, કોઈક વિરલા જ હોય છે. બ્રહ્માજીનો શાંતિ માટેનો બીજ મંત્ર, આજે ૫ણ બધા માટે સુલભ છે અને જો તે પ્રમાણે વર્તવામાં આવે તો આનંદમય જીવન જીવવામાં કોઈ અડચણ ન રહે.

 

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s