જાગૃત આત્માઓ શ્રીકૃષ્ણ સાથે આવ્યા
December 15, 2010 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
જાગૃત આત્માઓ શ્રીકૃષ્ણ સાથે આવ્યા
મિત્રો ! શ્રીકૃષ્ણ ભગવાન જ્યારે આવ્યા હતા, તો તેઓ એકલાં નહોતા આવ્યા. તેમની સાથે અસંખ્ય માણસો આવ્યા હતા. કોણ કોણ આવ્યા ? પાંચ પાંડવ આવ્યા. પાંચ પાંડવ કોણ હતા ? દેવતા હતા. કોને ખબર છે ? કોઈને ખબર નથી. સાહેબ ! એ પાંચ બાળકો કોણ હતાં ? અરે સાહેબ ! એ કાંઈ બાળકો ન હતાં. એ દેવતા છે ? દેવતાઓએ અવતાર લઈને માનવનાં રૂ૫ ધારણ કરી લીધાં છે અને આ૫ણાં આંગણામાં રમી રહ્યા છે. અને તે ભગવાનના કામ માટે જન્મ્યા છે. પાંચ દેવતાઓને અમે બોલાવી લીધા છે. એ માણસ નથી. એ ભગવાન છે, મહારાજજી ! બીજું કોણ આવ્યું હતું ?
બેટા ! કોણ જાણે કેટલા હતા, જે ગો૫બાળો રૂપે આવ્યા હતા. ગોપીઓ રૂપે આવી ગયા હતા. કોણ જાણે કેટલા માણસો તેમના સહાયક રૂપે આવી ગયા હતા. એ કોણ હતા ? એ સહાયક હતા, જે અવતારના સહાયક તરીકે આવ્યા હતા. ગાંધી એકલાં આવ્યા હતા ? એકલાં નહોતા આવ્યા. તેમની સાથે ટીમ આવી હતી. એકલાં નહોતા આવ્યા.
તેમની સાથે ટીમ આવી હતી. કોની ટીમ હતી ? દેવતાઓની ટીમ હતી, જેમણે હજારો વર્ષની ગુલામીનું કલંક ધોઈને ફેંકી દીધું તે એક ટીમ હતી, જે દેવતાઓની રીતે સાથે આવી હતી અને ઉદ્દેશ્ય પૂરો થયા ૫છી ચાલી ગઈ.














પ્રતિભાવો