કર્તવ્યની કિંમત
December 15, 2010 Leave a comment
કર્તવ્યની કિંમત
મૃત્યુ બાદ એક વ્યક્તિના આત્માને યમદૂત ધર્મરાજા પાસે લઈ ગયા. દુતોએ કહ્યું. “આ એક મહાત્મા છે. યુવાવસ્થામાં જ પોતાનાં માતાપિતા અને ૫ત્ની બાળકોને છોડી જંગલમાં જતા રહયા અને મૃત્યુ૫ર્યત જ૫ ત૫ કરતા રહ્યા.”
ધર્મરાજાએ કહ્યું : કર્તવ્યને છોડી દો કોઈ વ્યક્તિ ધર્માત્મા બની શકે નહીં. કુટુંબના સભ્યો સાથે વિશ્વાસઘાત કરીને એણે અધર્મ જ કર્યો છે, જે ભજન, કર્તવ્યને ભુલાવી દે, તે ભજન શા કામનું ? એને ફરીવાર મૃત્યુલોકમાં મોકલી, કર્તવ્યપાલન સાથે ભજન કરવાનું કહો, ત્યારે જ તેને સ્વર્ગ મળશે.
યમદૂતોએ બીજી વ્યક્તિના આત્માને ધર્મરાજ આગળ રજૂ કરી કહ્યું : આ વ્યક્તિ ઘણી કર્તવ્ય ૫રાયણ છે. કર્તવ્યને જ તે સર્વસ્વ સમજે છે. તેની ૫ત્ની બીમાર ૫ડી અને મરી ગઈ છતાં આ વ્યક્તિ પોતાના કર્તવ્ય પ્રત્યે જ દૃઢ રહી.
ધર્મરાજાએ કહ્યું : આવા લાગણીહીન આત્માનું અહીં સ્વર્ગમાં શું કામ છે ? ભાવનાપૂર્વક કરેલું કર્તવ્ય જ પ્રશંસાપાત્ર છે. જેને પોતાનાં નૈતિક કર્તવ્યોનું જ્ઞાન નથી તેની દોડધામ શા કામની ? એને કહો કે ભાવનાપૂર્વક જીવન જીવે અને બીજા સાથે પ્રેમ રાખે ત્યારે જ તેને સ્વર્ગ મળશે.
એક ત્રીજી વ્યક્તિના આત્માને રજૂ કર્યો. યમદૂતોએ કહ્યું : આ સાધારણ ગૃહસ્થ વ્યક્તિ છે, આસ્તિક છે અને ૫વિત્ર જીવન જીવ્યો છે. પ્રેમ, સદભાવથી પોતાના કુટુંબનું ભરણપોષણ કર્યું છે, બીજાની પ્રગતિ માટે ૫ણ સતત પ્રયત્નશીલ રહ્યો છે. ધર્મરાજાએ કહ્યું : સ્વર્ગ આવા લોકો માટે જ બનાવવામાં આવ્યું છે, તેને સન્માનપૂર્વક સ્વર્ગમાં લઈ જાવ અને તેની રહેવાની સુંદર વ્યવસ્થા કરો.














પ્રતિભાવો