ઋતંભરા પ્રજ્ઞા – યુગશક્તિનું થઈ રહ્યું અવતરણ

આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

ઋતંભરા પ્રજ્ઞા – યુગશક્તિનું થઈ રહ્યું અવતરણ

મિત્રો, હવે આ૫ જોઈ શકશો કે ઋતંભરા પ્રજ્ઞા, ગાયત્રી મહાશક્તિ – જેને હું યુગ શક્તિ કહું છું – હવે જ્યારે ઉદય પામવાની છે, તો આ૫ સૌ લોકોમાં, ખાસ કરીને જાગૃત આત્માઓમાં ઊથલપાથલ મચી જાય છે. આ૫ સૌને હું જાગૃત આત્માઓ કહું છું અને આ૫ની ઊથલપાથલ પાછળ, આ૫ના ઉત્સાહ પાછળ, આ૫ની શ્રદ્ધા પાછળ, આ૫ના ત્યાગ અને બલિદાન પાછળ તથા આ૫ની ગતિવિધિઓ પાછળ હું યુગ શક્તિ ગાયત્રીનો ઉદય જોઉ છું.

ભગવાન રામચંદ્રજી જ્યારે સંસારની સેવા કરવા માટે, યુગની સેવા કરવા માટે જવા લાગ્યા, ત્યારે દેવતાઓ કહ્યું કે અમે ૫ણ આ૫ની સાથે આવીશું. હા ! હું એકલો કરી શકીશ નહિ. બરાબર છે. જ્યારે અવતાર આવે છે, તો તેનું શ્રેય કોને મળ્યું ? કોઈને નથી મળ્યું, એ પાછળની વાત છે.

૫રંતુ અવતાર એક લહેર રૂપે  આવે છે, તોફાન રૂપે આવે છે, આંદોલન રૂપે આવે છે, જેમાં લાખો લોકો કામ કરે છે. ઘ્યાન રાખો, એક માણસ એકલો અવતાર નથી લેતો. હજારો-લાખો માણસો સાથેસાથે આવે છે. રામચંદ્રજી આવ્યા હતા. તેમની સાથે દેવતાઓએ અનેક રૂપો લઈને અવતાર લીધા હતા. કોઈ હનુમાન બની ગયું હતું, કોઈ રીંછ બની ગયું હતું, કોઈ વાનર બની ગયું હતું, કોઈ ખિસકોલી બની ગયું હતું, કોઈ જટાયુ (ગીઘ) બની ગયું હતું. બધાએ મળીને ભગવાનના મિશનને આગળ વધાર્યું હતું.

 

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s