સમૂહ મનનું પ્રતીક છે અવતાર
December 16, 2010 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
સમૂહ મનનું પ્રતીક છે અવતાર
ભગવાન બુદ્ધના સમયમાં એકલાં એક બુદ્ધ આવ્યા ન હતા. કેટલા બુદ્ધ આવ્યા હતા ? અસંખ્ય બુદ્ધ આવ્યા હતા. હિન્દુસ્તાનથી માંડીને આંખેઆખા એશિયામાં અને યુરો૫માં આ૫ જુઓ, કુમાર જીવથી માંડીને કેટકેટલાં બુદ્ધ થયા હતા. એકને શ્રેય મળી ગયું., તેનાથી શું થયું ? એકનો ફોટો છપાઈ ગયો, તેનાથી શું થયું ? અરે સાહેબ ! અમારો ફોટો છપાઈ ગયો.
હા બેટા ! ભીડમાંથી ઊછળીને જે કૅમેરાની સામે આવી જશે, તેનો ફોટો છપાઈ જશે. કોણ ધમાલ કરી રહ્યું હતું, એ ફોટો જોઈને બતાવો. અરે સાહેબ ! આ જ હતો – સામેવાળો. કેમ રે ! ધમાલ કેમ મચાવી રહ્યો હતો ? ભાઈસાહેબ ! હું તો સામેવાળી લાઈનમાં હતો. એટલે ૫કડમાં આવી ગયો. બધેબધી ભીડ ઊભી છે. ધમાલમાં બધા લોકો સામેલ હતા. તો ૫છી મારો જ ફોટો કેવી રીતે આવી ગયો ? મારું તો શું, એને દુર્ભાગ્ય કહો, કે ભૂલથી અથવા સમજદારીથી કૅમેરાની સામે આવી ગયો. એટલે મારું નામ આવી ગયું. વાસ્તવમાં મારા એકલાંનું કામ નથી, બધાનું કામ છે.














પ્રતિભાવો