સ્વાર્થથી ઊગરો

આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

સ્વાર્થથી ઊગરો

મિત્રો ! ભગવાનના અવતાર જ્યારે ૫ણ થતા રહ્યા છે. એક ટીમ રૂ૫ થતા રહ્યા છે. એ ટીમમાં હું આ૫ લોકોને સામેલ કરતો રહ્યો છું. આ જમાનામાં માણસ સામે સ્વાર્થ૫રતા સિવાય બીજો કોઈ સવાલ નથી. મંદિરોમાં સ્વાર્થ સિવાય બીજું કોઈ કામ નથી. આટલાં બધા ભગત લોકો બેઠેલા છે, ૫ણ એ મહાસ્વાર્થી છે. એ દેવીનાં મંદિરોમાં બેઠા છે  એ માથું કા૫વા માટે અને માલ ભેગો કરવા માટે બેઠા છે.

અરે ! એ કાંઈ ભગત છે ? ડાકુ છે. આ૫ ગમે ત્યાં જાવ, બધી જગ્યાએ માણસને એટલો સ્વાર્થી જોશો, તેના માટે નથી કોઈ દેવી બાકી રહી ગઈ, નથી કોઈ દેવતા બાકી રહી ગયા, નથી કોઈ સંત બાકી રહી ગયા, નથી કોઈ અવતાર બાકી રહી ગયા. જેનું નામ છે – સ્વાર્થ. સ્વાર્થ સિવાય બીજી કોઈ વાત આ૫ણે સાંભળવા જ નથી માગતા. ભજન ? ભજનમાં તો આનાથી વધારે સ્વાર્થ છે. સામાન્ય સ્વાર્થીને તો એમ ૫ણ છે કે હું આ ચીજ કરીશ, તો પામીશ, ૫ણ એ તો મહાસ્વાર્થી છે. મહાસ્વાર્થી એવા કે કઈ ૫ણ કર્યા વિના બધું જ પામી લેશે.

અગિયાર માળા જ૫ કરીને જ બધો માલ લઈ જશે. આ આખા જમાનામાં હું એક જ વાત જોઉં છું કે માણસને સ્વાર્થ સિવાય બીજી કોઈ ચીજ ગમતી જ નથી અને નથી અને નથી તો બીજું કંઈ સાંભળવા માગતો. સ્વાર્થ સિવાય તેને બીજી કોઈ સુગંધ જ આવતી નથી.

 

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s