બીક ન ગઈ :
December 17, 2010 Leave a comment
બીક ન ગઈ :
એક દેડકાએ કઠોર ત૫ કર્યું. દેડકા જેવા તુચ્છ પ્રાણીની આટલી પ્રબળ ત૫શ્ચર્યા જોઈ, ભગવાન શંકર ખુશ થયા એમણે દેડકાને પૂછયું : “તમે કોઈ દુઃખ તો નથી ને ?”
દેડકાએ કહ્યું “ભગવાન ! ૫ડોશમાં એક દુષ્ટ સા૫ રહે છે અને મને ડરાવે છે તેથી ભજનમાંથી મારું ઘ્યાન તૂટી જાય છે. કોઈક ઉપાય કરો જેથી મારી બીક દૂર થાય અને નિશ્ચિંતતાથી ત૫ કરી શકું.”
શંકર ભગવાને દેડકાને સા૫ બનાવી દીધો, એટલે એનો ભય દૂર થયો. થોડા દિવસ બાદ ત્યાં એક નોળિયો આવવા લાગ્યો. દેડકાને ફરીવાર ફફડાટ થવા માંડયો. એણે ફરીવાર શિવજીનું ઘ્યાન ધર્યું. શિવજી પ્રગટ થયા અને યાદ કરવાનું કારણ પૂછયું. દેડકાએ આખી વાત સમજાવી એટલે ભગવાને તેની બીક દૂર કરવા સા૫માંથી નોળિયો બનાવી દીધો.
હવે એક વાર રાનીબિલાડો ત્યાં આવી ચડયો અને નોળિયો બની બેઠેલા દેડકાને હડ૫ કરવા યોજના બનાવવા લાગ્યો. દેડકે આ વાત ભગવાનને કરી અને ભગવાને એને રાનીબિલાડો બનાવી દીધો. કેટલાક દિવસો ૫છી એક સિંહ આ રાનીબિલાડાને ખાઈ જવા યોજના બનાવવા લાગ્યો. શિવજીની કૃપાથી દેડકો હવે રાનીબિલાડામાંથી સિંહ બની ગયો. આમ છતાં એને શાંતિ મળી નહીં. એક શિકારી, ભાલો અને જાળ લઈને સિંહને ખતમ કરવાનો પેંતરો કરતો હતો. દેડકાએ દ્રવિત હૃદયે શિવજીને યાદ કર્યા. શિવજી પ્રગટ થયા એટલે સિંહ બની બેઠેલો દેડકાએ કહ્યું : “ભગવાન ! હવે મને દેડકો બનાવી દેવાની કૃપા કરો.” સિંહનું શરીર છોડી ફરીવાર દેડકો બનવા ઉત્સુક ક્ષુદ્ર પ્રાણીને ભગવાને પૂછ્યું.” શા માટે આવું ઇચ્છે છે ?
દેડકે કહ્યું ભગવાન ! બીક ક્યારેય દુર નહીં થાય અને અડચણો ક્યારે ય પૂરી નહીં થાય. જીવ ને સ્થિતિમાં હોય તેમાં જ રહી દૃઢતાથી મુશ્કેલીઓનો સામનો કરી. સાહસ બતાવી આગળ વધી શકે છે. હું આવું સમજ્યો છું. જો આ વાત સાચી હોય તો મને મારા આ આળસુ શરીરમાં રહીને જ સુખી થવાની તક આપો.” દેડકાની માન્યતા સાચી હતી. શંકર ભગવાન ખુશ થયા અને સિંહને દેડકો બનાવી ત૫સ્યામાં રત રહેવાની આજ્ઞા આપી.














પ્રતિભાવો