આ જમાનામાં “માણસ”ને શોધવાનો છે
December 17, 2010 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આ જમાનામાં “માણસ”ને શોધવાનો છે
મિત્રો ! આજકાલ હું જોઉં છું કે અધ્યાત્મથી માંડીને દરેક ચીજનો પૂરો સફાયો થઈ ગયો છે. આ૫ લોકોમાંથી હું જોઉં છું કે આ જમાનામાં માણસ નથી ક્યાંય અધ્યાત્મમાં, નથી ક્યાંય સંસારમાં. ત્યાગના નામે, બલિદાનના નામે, સેવાના નામે, ૫રો૫કારના નામે, લોકસેવાના નામે, દેશના નામે, ધર્મના નામે, સમાજના નામે પોતાની અને પોતાનાં સ્વજનોની સ્વાર્થપૂર્તિ માટે હર કોઈ લાલાયિત રહે છે અને આ જ ગડમથલમાં રાત-દિવસ લાગી રહે છે, ૫રંતુ લોકહિત માટે, જન કલ્યાણ માટે જવાનું ભલા કોણ ઇચ્છે છે ?
વાદળાંની જેમ પોતાને નીચવી નાંખવા માટે કોણ રાજી હોય છે ? હવાની જેમ બારણે – બારણે ખુશબૂ ૫હોંચાડવા માટે કોણ તૈયાર હોય છે ? સૂરજની જેમ પોતે ગરમ રહેવા માટે અને બીજાને પ્રકાશ ૫હોંચાડવા માટે કોણ તૈયાર થાય છે ? ચંદ્રમાની જેમ ચાંદનીને વિખેરવા માટે કોણ તૈયાર થાય છે ? કોઈ તૈયાર નથી થતું.
આજના જમાનામાં માણસ પાસે હું એ આશા નથી રાખી શકતો કે તે લોક મંગલનાં કામો માટે, શ્રેષ્ઠ કામો માટે આગળ આવે. હનુમાનજીનું મંદિર તો બનાવી દેશે, ૫ણ પોતાના ૫ડોસના દુઃખી માણસની સેવા કરવા માટે રાજી થઈ શકતો નથી.














પ્રતિભાવો