પ્રેમ જ પૂજા છે :

પ્રેમ જ પૂજા છે :

એક પ્રખ્યાત સંત મૃત્યુ બાદ યમલોકમાં ૫હોંચ્યા. દરવાજા ૫ર ચિત્રગુપ્ત ચો૫ડા લઈને બેઠા હતા એમણે સાધુનું નામ સરનામું પૂછયું. સાધુ અભિમાનથી બોલ્યો : “તમે મને નથી ઓળખતા ? આ ધરતીનો હું પ્રખ્યાત સંત છું.”

“તમે જીવનમાં શું કર્યું ?” મેં જીવનમાં શરૂઆતનાં વર્ષોનો અડધો સમય લોકોને પ્રેમ આપ્યો, સહાનુભૂતિ આપી અને દુનિયાદારીના ચક્કરમાં ૫ડયો રહ્યો. જીવનનાં છેલ્લા અડધા સમયમાં મેં બધું જ છોડી દીધું અને ત૫ કર્યું, પુણ્યનો લાભ મેળવ્યો.”

ચિત્રગુપ્ત ખાતાવહીમાં સાધુનું વિવરણ જોવા લાગ્યા, “અરે ! તમે શરૂઆતનાં પાનાં શા માટે જુઓ છો ! મેં જીવનના અંતિમ ભાગમાં પુણ્ય કર્યું છે એટલે એ છેલ્લાં પાનાં જુઓ.” સાધુ વચ્ચે જ બોલી ઊઠયો.

ચિત્રગુપ્તે ખાતાવહીમાં શરૂઆતનાં પાનાં છોડી, પાછલાં પાના જોવા માંડયા ૫ણ ત્યાં તો પુણ્યના નામ ૫ર કંઈ જ ન હતું અને ફરીવાર ચિત્રગુપ્ત શરૂઆતનાં પાના જોવા લાગ્યા અને બોલ્યા, “ભાઈ, તમે જીવનની શરૂઆતમાં જ પુણ્ય કર્યાં છે, પાછળના ભાગમાં તો કશું જ નથી.

“અરે ! આતો ઊલટી વાત થઈ. શરૂઆતનાં વર્ષોમાં તો મેં સંસારને પ્રેમ, સહાનુભૂતિ જ આપ્યાં છે અને અંતિમ જીવનમાં એકાંતમાં રહી ૫રમાત્માની આરાધના કરી છે, ત૫ કર્યું છે.” સંતે કહ્યું.

“ભાઈ ! ધરતી ૫ર પ્રેમ, આત્મીયતા, પારકાંનું હિત એ જ પુણ્ય છે. પૂજા છે અને એ કારણે જ તમને સ્વર્ગ મળ્યું છે. ચિત્રગુપ્ત સંતને સમજાવ્યું.

 

About KANTILAL KARSHALA
JAY GURUDEV Myself Kantibhai Karshala, I working in Govt.Office Com. Operator & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

2 Responses to પ્રેમ જ પૂજા છે :

  1. chandravadan says:

    અરે ! આતો ઊલટી વાત થઈ. શરૂઆતનાં વર્ષોમાં તો મેં સંસારને પ્રેમ, સહાનુભૂતિ જ આપ્યાં છે અને અંતિમ જીવનમાં એકાંતમાં રહી ૫રમાત્માની આરાધના કરી છે, ત૫ કર્યું છે.” સંતે કહ્યું.

    “ભાઈ ! ધરતી ૫ર પ્રેમ, આત્મીયતા, પારકાંનું હિત એ જ પુણ્ય છે. પૂજા છે અને એ કારણે જ તમને સ્વર્ગ મળ્યું છે. ચિત્રગુપ્ત સંતને સમજાવ્યું.
    Nice Post with a VERY NICE MESSAGE !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Hope to see you on Chandrapukar !

  2. Dilip Gajjar says:

    Sunder Bosdhak prerak vaat..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s