અઘ્યાત્મ બની ગયું મશ્કરી
December 18, 2010 Leave a comment
આવી રહયો છે યુગાવતાર, પ્રજ્ઞાવતાર
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
અઘ્યાત્મ બની ગયું મશ્કરી
સાહેબ ! હનુમાનજીનું મંદિર શા માટે બનાવશે ? હનુમાનજીનું મંદિર એટલાં માટે બનાવીશ કે આ જમાનામાં હનુમાનજીનો નાનો મઠ બનાવી દઈશ આઠસો રૂપિયામાં, તો એ જમાનામાં જ્યારે હું મરી જઈશ તો તે એંશી હજાર રૂપિયાનો ફ્લૅટ મને મળશે. એટલાં માટે બનાવે છે બેઈમાન ! ના સાહેબ ! આ મંદિર બનાવે છે. ના બેટા ! એ મંદિર નથી બનાવતા. એ ચાલુ માણસ છે. ના સાહેબ ! એ મંદિરમાં સાડી ચડાવે છે. અરે બેટા ! એ સાડી નથી ચડાવતા. એ એક નંબરનો રિશ્વતખોર છે. ચાલીસ ચાલીસ રૂપિયાની સાડી આપીને ભગવાન પાસેથી કોણ જાણે શું શું લેવા માગે છે ?
બેટા ! હું શું કહી શકું ? આજકાલના જમાનામાં અધ્યાત્મ ફકત મશ્કરી બનીને રહી ગયું છે. અધ્યાત્મ ફકત ટીખળ બનીને રહી ગયું છે. અધ્યાત્મ ફકત પ્રપંચ રહી ગયું છે. અસલી અધ્યાત્મ, જેના માટે માણસે ત્યાગ કરવો ૫ડે છે, બલિદાન કરવું ૫ડે છે, સેવા કરવી ૫ડે છે, પોતાને ખુદને ૫રિષ્કૃત કરવા ૫ડે છે, પોતાને ખુદને ઓગાળી નાંખવા ૫ડે છે, એ જ અસલી અધ્યાત્મ છે. મને ખબર ૫ડે છે કે જે ઋષિઓનું જ્ઞાન હતું, તે ફરીથી જીવતું થઈ ગયું છે. ગાયત્રી માતા અત્યારે જીવંત છે અને ગાયત્રી માતાની સાથેસાથે ગાયત્રી માતાના પુત્રોનો સમૂહ ફરીથી જીવતો થઈ ગયો છે. આ૫ લોકોને જોઈને મને એ વિશ્વાસ થઈ જાય છે. ૫રિવ્રાજક અભિયાન માટે જે લોકોને બોલાવવામાં આવ્યા હતા, તેમને જોઈને મારી ખુશીનો પાર નથી રહેતો.














પ્રતિભાવો